સિક્સ ફટકારવાના મામલે સચિન, દાદા અને યુવરાજથી આગળ નીકળ્યો રોહિત શર્મા

પાંચમી વનડેમાં રોહિત શર્માએ 126 બોલરમાં 115 રન બનાવ્યા હતા, જેમાં 11 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 08:32 PM IST
 સિક્સ ફટકારવાના મામલે સચિન, દાદા અને યુવરાજથી આગળ નીકળ્યો રોહિત શર્મા
ફોટોઃ બીસીસીઆઈ ટ્વીટર

નવી દિલ્હીઃ  સાઉથ આફ્રિકા સામે લાંબા સમય બાદ ફોર્મમાં આવેલા રોહિત શર્માએ પોતાના બેટથી રેકોર્ડનો વરસાદ કર્યો હતો. પાંચમા વનડેમાં પોતાની શતકીય ઈનિંગમાં રોહિત શર્માએ 4 છગ્ગા ફટકારી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ શ્રેણીમાં લાંબા સમય બાદ રોહિતના બેટથી રન બન્યા હતા, તેણે 126 બોલમાં 115 રન બનાવ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં રોહિત શર્માએ 65 સિક્સ ફટકારી છે. તે આમ કરનાર પ્રથમ ક્રિકેટર છે. આ સાથે એક સીઝન 2017/18માં રોહિત શર્માએ સૌથી વધુ 57 છગ્ગા લગાવી દીધા છે. આફ્રિકા સામેની પ્રથમ ચાર વનડેમાં રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. 

પાંચમી મેચમાં રોહિતે 4 સિક્સ ફટકારીને ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સિક્સ મારવાના મામલે સચિન, યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધા છે. રોહિત હવે આ યાદીમાં ધોની પછી બીજા સ્થાને આવી ગયો છે. 

ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી
338  મહેન્દ્ર સિંહ ધોની
265   રોહિત શર્મા
264  સચિન તેંડુલકર
251   યુવરાજ સિંહ
247   સૌરવ ગાંગુલી