રોસ ટેલરે ફટકારી 19મી સદી, ગાંગુલી, સચિનને છોડ્યા પાછળ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની શ્રેણીમાં રોસ ટેલર બે સદી ફટકારી ચુક્યો છે. 

રોસ ટેલરે ફટકારી 19મી સદી, ગાંગુલી, સચિનને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરનું તોફાની પ્રદર્શન જારી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી વનડેમાં ફરી તેણે સદી પટકારી છે. આ તેના કેરિયરની 19મી સદી હતી. આ સદીના સહારે ન માત્ર 335 રન બનાવનારી ઈંગ્લેન્ડની ટીમને પરાજય આપ્યો પરંતુ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 335 રન બનાવ્યા હતા. 

તેના જવાબમાં રોસ ટેલરે શાનદાર બેટિંગ કરતા કેરિયરની 19મી સદી ફટકારી હતી. તેણે અણનમ 147 બોલમાં 181 રન ફટકાર્યા, જેમાં 17 ચોગ્સા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. 

રોસ ટેલરે 190 ઇનિંગમાં 19મી સદી પટકારી. આ રેસમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યા. સચિને 201 ઈનિંગમાં 19 સદી ફટકારી હતી, જ્યારે ગાંગુલીએ 203 ઈનિંગમાં 19 સદી પટકારી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 124 ઈનિંહમાં 19 સદી ફટકારી હતી. 

આ રોસ ટેલરનો સર્વેશ્રેષ્ઠ સ્કોર છે. તેણે આ મેચમાં 181 રનની ઈનિંગ રમી. આ પહેલા 2011માં પાકિસ્તાન વિરુદ્ધ 131 રનની ઈનિંગ રમી હતી. 

બીજા નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન
રોસ ટેલર બીજા નંબર પર બેટિંગ કરતા રન બનાવવામાં ચોથા નંબરે આવી ગયો છે. તે જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ન્યૂઝીલેન્ડે 2 રનના સ્કોર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ લિસ્ટમાં નંબર વન પર ઓસ્ટ્રેલિયાનો શેન વોટસન છે.
185 શેન વોટસન
183 મહેન્દ્ર સિંહ ધોની
183 વિરાટ કોહલી
181 રોસ ટેલર

જન્મદિવસના એક દિવસ પહેલા સદી ફટકારનાર બીજો બેટ્સમેન
રોસ ટેલર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે જેણે વનડેમાં પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા સદી ફટકારી હોય. આ પહેલા 1998માં આ કારનામું ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ગાંગુલી કરી ચુક્યો છે. તેણે જન્મદિવસના એક દિવસ પહેલા સદી ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news