SA vs PAK: ફેહલુકવાયો પર જાતિવાદી ટિપ્પણી કરતો સાંભળવા મળ્યો પાક કેપ્ટન સરફરાઝ

મેચની 37મી ઓવરમાં જ્યારે ફેહલુકવાયો બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે સરફરાઝે તેની વિરુદ્ધ જાતિવાદી શબ્દનો પ્રયોગ કર્યો હતો. 
 

 SA vs PAK: ફેહલુકવાયો પર જાતિવાદી ટિપ્પણી કરતો સાંભળવા મળ્યો પાક કેપ્ટન સરફરાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી વનડે મેચમાં મહેમાન ટીમનો કેપ્ટન સરફરાઝ અહમદ જાતિવાદી ટિપ્પણી કરતો સાંભળવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિકેટકીપિંગ કરી રહેલ સરફરાઝે એંડિલ ફેહલુકવાયોનો કાળો કહેતા સાંભળી શકાય છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 203 રન બનાવ્યા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટ પર 207 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

મેન ઓફ ધ મેચ રહેલા ફેહલુકવાયોએ અણનમ 69 રન ફટકાર્યા આ સિવાય 4 વિકેટ પણ ઝડપી હતી. મેચની 37મી ઓવરમાં ફેહલુકવાયો બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે સરફરાઝે એક પંક્તિ કીધી જેમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વીડિયોમાં 31 વર્ષીય કેપ્ટન સરફરાઝ કહી રહ્યો છે- અબે કાલે, તેરી અમ્મી આજ કહાં બેઠી હૈ? ક્યા પઢવા કે આયા હૈ આજ? 

What he said was ??
"ابے کالے تیری امی آج کہاں بیٹھی ہوئی ہے "#Sarfaraz #ODI #Racism #PakvsSA #TopTrends #EkDumSocial pic.twitter.com/ZRc2NHBp3v

— Socialistan.pk (@SocialistanPk) January 22, 2019

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. જ્યારે સાથી કોમેન્ટ્રેટર માઇક હેજમૈને તેમને આ લાઇનનું ભાષાંતર કરવાનું કહ્યું તો, રમીઝે જવાબ આપ્યો- આનું ભાષાંતર કરવું ખૂબ અઘરૂ છે, આ એક લાંબુ વાક્ય છે. પરંતુ મેચ અધિકારીઓએ તેના પર હજુ સુધી કોઈ પગલા લીધા નથી પરંતુ આ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news