કુલદીપ-યુજવેન્દ્રની જોડીની કમાલ, ટીમ ઈન્ડિયાએ 8 મહિનામાં જીતી 27માંથી 21 વનડે

 કુલદીપ-યુજવેન્દ્રની જોડીની કમાલ, ટીમ ઈન્ડિયાએ 8 મહિનામાં જીતી 27માંથી 21 વનડે

નવી દિલ્હીઃ હાલમાં ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ટીમના નસિબ ગત વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પાકના હાથે થયેલા પરાજય બાદ બદલ્યું છે. તેનું કહેવું યોગ્ય પણ છે. છેલ્લા આઠ મહિનાના આંકડાઓ પણ આ દર્શાવે છે. પરંતુ આ સંભવ થયું છે આ યુવા બોલરોને કારણે. મિડલ ઓવરોમાં એટલે કે 11થી 40 વચ્ચે ભારતીય ટીમના બોલરોનું પ્રદર્શન મીડિયમ રહેતુ હયું. ભારતીય ટીમની આ નબળાઈ ઘણી હદ સુધી કુલદીપ-યુજવેન્દ્રની જોડીએ હળવી કરી છે. 

મિડલ ઓવર બની બોલિંગની તાકાત
મિડલ ઓવરની બોલિંગ હવે ટીમ ઈન્ડિયાની તાકાત બની ગઈ છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ સતત મિડલ ઓવરમાં બોલિંગથી પ્રભાવિત કરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ બાદ ભારતે 27 વનડે રમી છે. તેમાંથી 21 મેચમાં વિજય મેળવ્યો છે. માત્ર પાંચ મેચમાં હાર મળી છે. 

કુલદીપ અને ચહલની ભારતીય વનડે ટીમમાં એન્ટ્રી બે દિગ્ગજ બોલરોની જગ્યાએ થઈ છે. આ દિગ્ગજ બોલર છે રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન. જાડેજાએ વનડેમાં 155 વિકેટ લીધી છે અને અશ્વિન 150 વિકેટ ઝડપી ચૂક્યો છે. વિરાટ કોહલી આ બંન્ને બોલરોથી એટલો ખૂશ છે કે તેણે વિશ્વકપમાં રમાડવાના સંકેત આપી દીધો છે. શરૂઆતમાં કેપ્ટન વિરાટને આ નિર્ણયની આલોચનાનો શિકાર બનવું પડ્યું હતું. આફ્રિકા સામેની શ્રેણી જીત્યા બાદ કોહલીએ વાતને યોગ્ય સાબિત કરી છે. 

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ સૌથી વધુ વિકેટ કુલદીપે ઝડપી છે. કુલદીપે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 20 વનડેમાં 39 વિકેટ લીધી છે. ચહલે 20 વનડેમાં 37 બેટ્સમેનોને આઉટ કર્યા છે. 

દક્ષિણ આફ્રિકામાં આ જોડીની કમાલ
દક્ષિણ આફ્રિકાની સાથે હાલમાં પૂર્ણ થયેલી છ મેચની વનડે શ્રેણી ભારતીય ટીમે 5-1થી જીતી હતી. જેમાં કુલદીપ અને ચહલની જોડીએ 33 વિકેટ ઝડપી હતી. પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે આ જોડીની પ્રશંસા કરતા એક ચાકુ નામ આપ્યું છે. સહેવાગે કહ્યું કે ચાકુ અમને આપી દો ઠાકુર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news