ટીમ ઈન્ડિયાને બે વાર વર્લ્ડકપ જીતાડનાર આ કેપ્ટન આજે છે સાવ બેરોજગાર

 ક્રિકેટમાં ખેલાડીઓને મળતી ઝળહળતી પ્રસિદ્ધિ તો સૌ કોઈ જોતા હોય છે. પરંતુ આ જ ખેલમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે જે સારો દેખાવ કરવા છતાં ગુમનામીના અંધારામાં ખોવાઈ જાય છે.

ટીમ ઈન્ડિયાને બે વાર વર્લ્ડકપ જીતાડનાર આ કેપ્ટન આજે છે સાવ બેરોજગાર

નવી દિલ્હી: ક્રિકેટમાં ખેલાડીઓને મળતી ઝળહળતી પ્રસિદ્ધિ તો સૌ કોઈ જોતા હોય છે. પરંતુ આ જ ખેલમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે જે સારો દેખાવ કરવા છતાં ગુમનામીના અંધારામાં ખોવાઈ જાય છે. અહીં એક એવી જ વ્યક્તિની વાત કરી રહ્યાં છે જે વર્લ્ડ કપ જ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયાનો સભ્ય રહી ચૂક્યા છે. અત્યાર સ્થિતિ એવી ખરાબ છે કે તેમણેપોતાના ગુજારા માટે નોકરી શોધવી પડી રહી છે. અહીં વાત થઈ રહી છે બે વાર ભારતને નેત્રહીનોનો વિશ્વકપ જીતાડનાર શેખર નાયકની. શેખર હાલ બેરોજગાર છે. 

શેખરે ટીમ ઈન્ડિયાને મજબુત બનાવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતને અંધજનોની શ્રેણીમાં બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા શેખર નાયક હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. દેશ માટે 13 વર્ષ સુધી રમનારા શેખર પાસે હાલ એક નોકરી પણ નથી. 

શેખરનો જન્મ કર્ણાટકના શિમોગા જિલ્લામાં થયો હતો. જન્મ સમયે જ તેમની આંખોમાં રોશની નહતી. શેખરે અહીંની શારદા દેવી સ્કૂલ ફોર બ્લાઈન્ડમાં પહેલીવાર ક્રિકેટ શીખ્યું. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરવામાં આવ્યાં. વર્ષ 2002થી લઈને 2015 સુધી તેઓ ટીમ ઈન્ડિયાના સભ્ય રહ્યાં હતાં. 5 વર્ષ સુધી તેઓ ટીમ માટે કેપ્ટન પણ બની રહ્યાં હતાં. તેઓ 2010થી લઈને 2015 સુધી ટીમના કેપ્ટન રહ્યાં હતાં. 

તેમના નેતૃત્વમાં ભારતે પહેલીવાર બેંગ્લુરુમાં ટી-20 વિશ્વ કપ અને 2015માં કેપટાઉનમાં ક્રિકેટ વિશ્વકપ જીત્યો હતો. 30ની ઉમર પાર કરતા જ તેઓ ટીમમાંથી બહાર થઈ ગયાં. શેખરનું કહેવું છે કે જ્યારે લોકો મારા વખાણ કરે છે  ત્યારે હું ખુશ થઈ જઉ છું. પરંતુ પત્ની અને બે પુત્રીઓ માટે ચિંતિત પણ થઈ જાઉ છું. મેં સાંસદો અને ધારાસભ્યોને નોકરી માટે ભલામણ કરી છે. તેમણે મને આશ્વાસન પણ આપ્યું છે પરંતુ આમ છતાં હું બેરોજગાર છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news