VIDEO: ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમનું હાસ્ય બન્યું 'ટ્વીટ ઓફ ધ યર'

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી બંને દેશના ખેલાડીઓને મુક્ત મને સાથે હસતા જોવામાં આવ્યા હતા

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 2, 2018, 04:24 PM IST
VIDEO: ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમનું હાસ્ય બન્યું 'ટ્વીટ ઓફ ધ યર'
આઇસીસીએ જણાવી ટોપ 10 ટ્વીટ્સની યાદી (PIC : ICC)

નવી દિલ્હી : ક્રિકેટની દુનિયામાં 2017નું વર્ષ ખાસ રહ્યું. ગયા વર્ષે અનેક નવા રેકોર્ડ બન્યા અને જુના રેકોર્ડ તૂટ્યા. ટીમ ઇન્ડિ્યા 2017માં નવી તાકાત બનીને વિકસી છે. આ સંજોગોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હાલમાં 2017ની ટોપ 10 ટ્વીટની યાદી જાહેર કરી છે. 

ICCએ આ યાદી સૌથી વધારે રી-ટ્વીટ તેમજ લાઇકની ગણતરીના આધારે જાહેર કરી છે. આ ટોપ-10 ટ્વીટમાં 8માં પાકિસ્તાનનું નામ શામેલ છે. 

ટોપ10 ટ્વીટમાં સૌથી વધારે ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલા મેચને જ સ્થાન મળ્યું છે. 2017માં ICCની સૌથી વધારે ફેવરિટ ટ્વીટમાં ભારત અને પાકિસ્તાનના મુક્ત મનના સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. 

પહેલી ટ્વીટ : ICCએ આ ટ્વીટ 18 જૂન, 2017ના દિવસે કરી હતી. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. આ મેચ પછી યુવરાજ સિંહ અને વિરાટ કોહલી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. 

બીજી ટ્વીટ: બીજા નંબર પર એ ટ્વીટ રહી જેના પર લખ્યું હતું કે પાકિસ્તાન પાસે ICCની ખાસ ટ્રોફી છે.

ત્રીજી ટ્વીટ: ત્રીજા નંબર પર પાકિસ્તાનનો ચેમ્પિયન્ ટ્રોફીની ઉજવણીનો વીડિયો છે.

ચોથી ટ્વીટ: યુવરાજ સિંહના 6 સિક્સર 

પાંચમી ટ્વીટ: ચેમ્પિયન્સ ટ્રોફી સાથે  પાકિસ્તાન ટીમનો ફોટો

છઠ્ઠી ટ્વીટ: હાર પછી વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાએ દ્વારા પાકિસ્તાનને જીતના વધામણા

સાતમી ટ્વીટ: કેપ્ટન તરીકે ટી-20 મેચમાં રોહિત શર્માએ 35 બોલમાં ફટકારી સદી

આઠમી ટ્વીટ: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીતની ઉજવણી

નવમી ટ્વીટ: કોહલી-સરફરાઝનું એકસાથે ફોટોશૂટ

દસમી ટ્વીટ: પાકિસ્તાનનો ખિતાબ વિજય 

ICC ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને એકસાથે હસતા જોવામાં આવ્યા હત આને આ ટ્વીટ જ બની ટ્વીટ ઓફ 2017. આ વીડિયોને 12,473 વખત રી ટ્વીટ અને  29,008 વખત લાઇક કરવામાં આવ્યો હતો. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close