VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ લીધો શાનદાર કેચ, થઈ ઈજા તો જવુ પડ્યું હોસ્પિટલ

પાકિસ્તાની ડોક્ટરો અનુસાર, અત્યારે અમાદ વસીમની હાલત સ્થિર છે, તે ખતરાથી બહાર છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 13, 2018, 05:03 PM IST
  VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ લીધો શાનદાર કેચ, થઈ ઈજા તો જવુ પડ્યું હોસ્પિટલ
કરાચી ટીમનો કેપ્ટન ઇમાદ કેચ લેવાના પ્રયાસમાં થયો ઈજાગ્રસ્ત. Video grab

નવી દિલ્હીઃ આઈપીએલની જેમ પાકિસ્તાનમાં રમાનારી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) આ સમય દરમિયાન ચાલુ છે. લીગમાં રવિવારે કરાચી કિંગ્સ અને લાહોર કલંદરની વચ્ચે મેચ રમાઇ, પરંતુ આ મેચમાં કરાચી કિંગ્સના કેપ્ટન ઇમાદ વસીમે એક શાનદાર કેચ કરીને તમામને ચોંકાવી દીધા. પરંતુ આ કેચ દરમિયાન તે સંતુલન ગુમાવી બેઠો અને માથું જમીન સાથે ટકરાયું. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 

11 માર્ચે પીએસએલમાં કરાચી કિંગ્સ અને લાહોર કલંદર્સ વચ્ચે  મેચ રમાઇ હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે મેચની બીજી ઇનિંગમાં લાહોરની ટીમ બેટિંગ કરી રહી હતી. લાહોરની ટીમના બેટ્સમેન સોહેલ ખાને હવામાં શોટ રમ્યો, બોલ વધુ ઉપર ગયો, તેને કેચ કરવા માટે કરાચીના કેપ્ટન ઇમાદે દોડ લગાવી, તે કેચ પકડવા માટે ઉંધો દોડ્યો. તેણે કેચ ઝડપી લીધો. પરંતુ સંતુલન ગુમાવતા તે જમીન પર પડ્યો.

કેચતો ઝડપી લીધો. પરંતુ માથામાં ઈજા થતા તેને સ્ટ્રેચર દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. આ મેચમાં કરાચી કિંગ્સની ટીમનો પરાજય થયો. જે ફેન્સ તેણે ઝડપેલા કેચને જોઈને ખુશ હતા તે તેની હાલત જોઈને ચિંતા કરવા લાગ્યા. 

મેચ પૂર્ણ થયા બાદ તેની ટીમના માલિકે ફેન્સ માટે રાહતના સમાચાર આપ્યા. તે પોતે તેને મળવા માટે હોસ્પિટલ ગયા. ત્યારબાદ તેણે ટ્વીટ કરીને જણાવ્યું, ઇમાદ વસીમને હવે સારૂ છે.,, અલ્લાબનો આભાર.. તેને મળીને આવી રહ્યો છું. તેને આખી રાત હોસ્પિટલમાં રાખવામાં આવશે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. હાલમાં ઇમાદની હાલત ડોક્ટરો અનુસાર સ્થિર છે. આગામી 24 કલાક મેની માટે મહત્વની સાબિત થવાની છે.