ધોની તેના પરિવાર સાથે માણી રહ્યો છે રજા, શેર કર્યો VIDEO

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ મહેન્દ્ર સિંહ ધોનીને પણ આરામ આપવામાં આવ્યો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 13, 2018, 09:08 PM IST
ધોની તેના પરિવાર સાથે માણી રહ્યો છે રજા, શેર કર્યો VIDEO
ફોટોઃ ડીએનએ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સમયે ટીમ ઈન્ડિયાના ક્રિકેટથી દૂર છે. તેને આફ્રિકા સામેની શ્રેણી બાદ નિહદાસ ટ્રોફીમાં આરામ આપવામાં આવ્યો છે. તેથી ધોની પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. ધોનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે પોતાની પત્ની સાક્ષી અને બેટી જીવા દેખાઇ રહ્યા છે. તેણે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે. 

 

Fun time with the family

A post shared by @ mahi7781 on

5 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. આ પોસ્ટમાં ધોનીએ લખ્યું, ફન ટાઇમ વિથ ફેમેલી.. આ વીડિયોને તસ્વીરોને મેળવીને બનાવવામાં આવ્યો છે. તેમાં ધોનીનો પરિવાર અલગ-અલગ મૂડમાં દેખાઈ રહ્યો છે. ધોની પોતાના ડોગ સાથે રમી રહ્યો છે. 

નિહદાસ ટ્રોફી બાદ આઈપીએલની સીઝન શરૂ થશે. મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર પોતાની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે. આ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ પ્રથમવાર નથી, ધોની આ પહેલા પણ પોતાના પરિવાર કે પુત્રી સાથેનો વીડિયો પોતાના ફેન્સ માટે શેર કરતો રહે છે. 

આ પહેલા એક ફૂટબોલ મેચ દરમિયાન એક વીડિયો ધોનીના ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે સમયે મેચમાં ધોનીની પુત્રીજીવા પિતાને પાણી પિવડાવતી દેખાતી હતી. આ વીડિયોને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.