VIDEO : રોહિત સાથે પાંચમીવાર વિરાટ થયો રનઆઉટ, કેપ્ટનને આવ્યો ગુસ્સો

બંન્નેએ બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ સમયે ઝડપી રન લેવાના ચક્કરમાં વિરાટ કોહલી 36 રને રનઆઉટ થયો હતો.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 11:28 PM IST
  VIDEO : રોહિત સાથે પાંચમીવાર વિરાટ થયો રનઆઉટ, કેપ્ટનને આવ્યો ગુસ્સો
કોહલી 36 રન બનાવી રનઆઉટ થયો હતો. ફોટોઃ Video grab sony liv

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચમી વનડેમાં ફરી વિચિત્ર ઘટના બની હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 48ના સ્કોરે ધવન આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી રમતી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી, તે જ સમયે ઝડપી રન લેવાની ભૂલને કારણે વિરાટ કોહલી 36 રને રનઆઉટ થયો હતો. 

વિરાટ દોડીને અડધી પિચ સુધી પહોંચી ગયો હતો, પરંતુ રોહિત પોતાની પિચમાંથી ન દોડ્યો, વિરાટ પરત ફરે તે પહેલા ડ્યૂમિનીએ ડાયરેક્ટ હીટ મારીને વિરાટને રનઆઉટ કરી દીધી હતો. પેવેલિયન પરત ફરતા સમયે વિરાટના ચહેરા પર ગુસ્સો અને નિરાશા સ્પષ્ટ જોવા મળતી હતી. 

 

પરંતુ રોહિત સાથે વિરાટનું રનઆઉટ થતા એક અજબ ગજબ સંયોગ પણ છે. જ્યારે પણ રોહિતની સાથે જલ્દી રનઆઉટ થાય છે તો રોહિત હંમેશા મોટી ઈનિંગ રમે છે. આ વખતે પણ રોહિત સાથે રમતા આ ઘટના બની. આ તમામ પાંચેય ઈનિંગમાં રોહિતે મોટો સ્કોર કર્યો છે.

1. વિરાટ પહેલી વાર વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 2011માં રન આઉટ થયો હતો. આ મેચમાં રોહિતે 57 રન બનાવ્યા હતા.

2. વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં કોહલી શૂન્ય રને રનઆઉટ થયો હતો. આ મેચમાં રોહિતે બેવડી સદી ફટકારી હતી. 

3. વર્ષ 2014માં શ્રીલંકા વિરુદ્ધ મેચમાં જ્યારે આ બંન્ને મેદાન પર હતા, તે મેચમાં વિરાટ 66 રને રનઆઉટ થયો હતો, ત્યારબાદ રોહિત શર્માએ વનડેની સૌથી મોટી ઈનિંગ રમતા 264 રન ફટકાર્યા હતા. 

4. વિરાટ 2016માં રોહિત સાથે ચોથીવાર રનઆઉટ થયો હતો. આ મેચમાં રોહિતે સદી ફટકારતા 124 રન બનાવ્યા હતા. 

5. પાંચમી વખત મંગળવાર 13 ફેબ્રુઆરી 2018ના દિવસે રનઆઉટ થયો હતો. આ મેચમાં રોહિતે 115 રન બનાવ્યા હતા. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close