VIDEO: અંડરવેરમાં ટિશ્યુ રાખીને બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો સચિન, જાણો કેમ

સચિને પુસ્તકમાં એ પળનો ઉલ્લેખ કર્યો છે. સચિનના જણાવ્યાં મુજબ આ પળ ખુબ શર્મિંદગીથી ભરેલી હતી. પરંતુ મારે દેશ માટે રમવાનું હતું.

Viral Raval Viral Raval | Updated: Jan 11, 2018, 02:24 PM IST
VIDEO: અંડરવેરમાં ટિશ્યુ રાખીને બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો સચિન, જાણો કેમ
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ક્રિકેટમાં સચિન તેન્ડુલકરના 'ભગવાન' બનવાની મુસાફરી કઈ નાની નથી, ખુબ લાંબી છે. પોતાના પુસ્તક 'પ્લેઈંગ ઈટ માય વે'માં સચિને એવી અનેક પળોનો ઉલ્લેખ કર્યો છે જેનાથી માલુમ પડે છે કે લેજન્ડ કઈ એમ બની જવાતું નથી. ત્યાગ અને સમર્પણથી જ મહાન બનાય છે. પોતાના પુસ્તકમાં સચિને અનેક મજેદાર પળોનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં સચિને એક એવી પળનો પણ ઉલ્લેખ કર્યોછે જેમાં તેણે પોતાના અંડરવેરમાં ટિશ્યૂ લગાવીને મેદાન પર ઉતરવું પડ્યું હતું. 

સચિને પુસ્તકમાં એ પળનો ઉલ્લેખ કર્યો છે. સચિનના જણાવ્યાં મુજબ આ પળ ખુબ શર્મિંદગીથી ભરેલી હતી. પરંતુ મારે દેશ માટે રમવાનું હતું. વર્ષ 2003માં આઈસીસી વર્લ્ડ કપની સુપર 6 મેચમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે રમી રહી હતી. તેન્ડુલકર બેટિંગ કરી રહ્યો હતો. તેન્ડુલકરનું પેટ ખરાબ હોવાના કારણે તે અંડરવેરમાં ટિશ્યુ મૂકીને મેદાનમાં ઉતર્યા હતાં. 

આ વાતને જણાવવામાં સચિનને ખુબ શરમ આવી રહી હતી
સચિન તેન્ડુલરે જોહાનિસ્બર્ગમાં રમાયેલી આ મેચમાં યેનકેન પ્રકારે 97 રન બનાવ્યાં હતાં. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે 'હું આ વાતને જણાવવામાં ખુબ શરમ અને સંકોચ મહેસૂસ કરી રહ્યો છું. આ એક ખુબ જ અંગત મામલો હતો.' સચિને જણાવ્યું કે મારું પેટ ખરાબ હતું. મને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ રહી હતી. મારા પેટમાં મરોડ ઉઠી રહ્યાં હતાં. સચિને એક કિસ્સાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે મેં એનર્જી ડ્રિંકમાં એક ચમચી મીઠું નાખીને લીધુ હતું. મને લાગ્યું હતું કે તેનાથી મને સારું થઈ જશે. આ જ કારણે મારું પેટ ખરાબ થઈ ગયું. સ્થિતિ એટલી ખરાબ હતી કે મારે અન્ડરવેરમાં ટિશ્યુ હોવા છતાં બેટિંગ કરવી પડી હતી. જો કે હું ડ્રિંક્સ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. પરંતુ પીચ પર હું ખુબ અસુવિધાજનક મહેસૂસ કરી રહ્યો હતો. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સાથે આ મેચમાં સચિને 120 બોલમાં 97 રન બનાવ્યાં હતાં. જેના કારણે ભારત આ મેચ 183 રને જીતવામાં સફળ રહ્યું હતું. 

સચિનની બાયોગ્રાફી 'પ્લેઈંગ ઈટ માય વે'એ જીત્યો સર્વશ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ
ભારતીય ટીમના સૌથી મહાન ખેલાડી અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે પોતાની કેરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. ક્રિકેટની સાથે સાથે સચિને કલમથી પણ સફળતા મેળવી છે. 14માં રેમન્ડ ક્રોસવર્ડ બૂક એવોર્ડ્સમાં સચિનની જીવનકથા પ્લેઈંગ ઈટ માય વેને પીપલ્સ ચોઈસ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ બાયોગ્રાફીના ખિતાબથી નવાજમાં આવી. સચિને 5 નવેમ્બર 2014ના રોજ પોતાનું પુસ્તક લોંચ કર્યું હતું. તેના એક વર્ષ પહેલા 16 નવેમ્બર 2013ના રોજ સચિને પોતાની 200મી ટેસ્ટ મેચ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટથી સન્યાસ લઈ લીધો હતો. સચિનના પુસ્તકને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં બેસ્ટ સેલિંગ પુસ્તકનો પણ રેકોર્ડ થયો છે. આ સાથે જ પુસ્તકે ભારતમાં સૌથી વધુ પ્રી ઓર્ડર વાળી પુસ્તકનો રેકોર્ડ પણ તોડ્યો છે.  

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close