સાઉથ આફ્રિકાની વિરૂષ્કાની આ તસવીર થઈ ગઈ છે જબરદસ્ત વાઇરલ કારણ કે...

વિરાટ અને અનુષ્કાની આ શોપિંગ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે

Punita Vaidya Punita Vaidya | Updated: Dec 31, 2017, 06:29 PM IST
સાઉથ આફ્રિકાની વિરૂષ્કાની આ તસવીર થઈ ગઈ છે જબરદસ્ત વાઇરલ કારણ કે...
સાઉથ આફ્રિકામાં વિરાટ અને અનુષ્કા (PIC : TWITTER)

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના નવા વર્ષની શરૂઆત 5 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમેચથી થશે. ત્રણ મેચોવાળી ટેસ્ટ સિરિઝનો પહેલો મુકાબલો કેપટાઉનમાં રમવામાં આવશે. આ સિરિઝ માટે ટીમ ઇન્ડિ્યા દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે જેમાં નવપરિણીત જોડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ છે.  હાલમાં દક્ષિણ આફ્રિકા પહોંચી ટીમ ઇન્ડિયા અને તેમના પરિવારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. 

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી આ તસવીરમાં વિરાટ કોહલી, તેમની પત્ની અનુષ્કા શર્મા, શિખર ધવનની પત્ની આયેશા મુખરજી તેમજ તેની દીકરી જોવા મળી રહી છે. આ તસવીરમાં વિરૂષ્કા એક દુકાન સામે ઉભા છે જેમાં 50% ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે અને તસવીર જ વાઇરલ થઈ છે જેના પર લોકો મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. 

વિરાટ કોહલીએ હાલમાં 11 ડિસેમ્બરે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન્ કર્યા રહતા. લગ્ન પછી બંનેએ ફિનલેન્ડમાં હનિમૂન માણ્યું હતું અને પછી દિલ્હી તેમજ મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. લગ્ન પછી સાઉથ આફ્રિ્કામાં વિરાટ અને અનુષ્કા એકસાથે સમય પસાર કરી રહ્યા છે.