VIDEO : સાત મહિનાની સગર્ભા સાનિયા દેખાઈ ટેનિસ રમતાં 

સાનિયા મિર્ઝાનો આ વીડિયો વાઇરલ બની ગયો છે

Updated: Aug 9, 2018, 04:12 PM IST
VIDEO : સાત મહિનાની સગર્ભા સાનિયા દેખાઈ ટેનિસ રમતાં 

નવી દિલ્હી : ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચામાં છે. સાનિયા હવે પોતાની રમતના કારણે નહીં પણ પોતાના ઇન્સ્ટાગ્રામ વીડિયો તેમજ તસવીરોને કારણે મીડિયામાં છવાયેલી છે. પ્રેગનન્સી પછી સાનિયાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં અનેક વીડિયો અને તસવીર પોસ્ટ કરી છે. સામાન્ય રીતે ભારતમાં પ્રેગનન્સી વખતે મહિલાઓ ભરપુર આરામ કરતી હોય છે ત્યારે સાનિયા ટેનિસ રમીને સમય પસાર કરતી જોવા મળે છે. સાનિયાની ડિલિવરીમાં હવે બે મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે તે ટેનિસ રમવાની મજા માણી રહી છે. 

સાનિયા પહેલાં ગોઠણની ઇજાને કારણે અને પછી પ્રેગનન્સીને કારણે લાંબા સમયથી ટેનિસ કોર્ટથી દૂર છે. જોકે, સાનિયાનો દાવો છે કે તે 2020ની ટોકિયો ઓલિમ્પિકથી રમતના ફિલ્ડમાં પરત ફરવાની અપેક્ષા રાખે છે. 

સાનિયાએ પોતાની 15 વર્ષની લાંબી કરિયરમાં છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. સાનિયા-શોએબે 12 એપ્રિલ, 2010ના દિવસે લગ્ન કર્યા હતા. સાનિયાનું માનવું છે કે માતૃત્વ એક મહિલાને તેની કરિયરથી અલગ નથી કરી શકતું. તે એક મહિલાને વધારે સશક્ત બનાવે છે. સાનિયાએ જણાવ્યું છે કે તેનું બાળક તેના માટે ખાસ છે અને તે બાળકના જન્મ પછી ટેનિસના પુનરાગમન કરશે કારણ કે તે બાળક માટે ઉદાહરણરૂપ બનવા માગે છે. 

રમતજગતના સમાચાર જાણવા કરો ક્લિક...