PICS : પ્રેમમાં ગળાડૂબ વિરાટ સજોડે સાઉથ આફ્રિકા જવા રવાના, કહ્યું સિઝન કરતા લગ્ન વધારે જરૂરી

શ્રીલંકા વિરૂદ્ધ વન-ડે તેમજ ટી20 સીરીઝથી બહાર હતો વિરાટ કોહલી

Punita Vaidya Punita Vaidya | Updated: Dec 28, 2017, 02:02 PM IST
PICS : પ્રેમમાં ગળાડૂબ વિરાટ સજોડે સાઉથ આફ્રિકા જવા રવાના, કહ્યું સિઝન કરતા લગ્ન વધારે જરૂરી
photo : bollywoodlife.com

મુંબઈ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ક્રિકેટ સીરીઝની સરખામણીમાં લગ્ન કરવાનું ‘વધારે મહત્વપૂર્ણ’ હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે તેના ત્રણ અઠવાડિયાના બ્રેકને કારણે સાઉથ આફ્રિકાની સીરીઝ પર કોઈ અસર નહિ પડે. ઉલ્લેખનીય છે કે વિરાટે અનુષ્કા સાથે લગ્ન કરવા માટે શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં રજા લીધી હતી. આ સમય દરમિયાન તેણે ઇટાલીના ટસ્કનીમાં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. 

vira

2017માં 11 શતકોની મદદથી 2818 રન બનાવનાર વિરાટ કોહલીના વડપણમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ગઈ છે. અહીં ત્રણ ટ્રેસ્ટમેચોની સીરીઝ 5 જાન્યુઆરીથી શરૂ થશે. વિરાટ ભલે લગ્નની ઉજવણીમાં વ્યસ્ત હોય પરંતુ તે સતત સાઉથ ઈન્ડિયા સામેની સીરીઝ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. વિરાટે જણાવ્યું, “મેં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કશું જ નથી કર્યું. હવે હું સાઉથ આફ્રિકાની ટૂર માટે ટ્રેનિંગ લઈ રહ્યો છું. તમારા મગજમાં ક્યાંકને ક્યાંક એ વાત હોય જ છે કે કંઈ ઈમ્પોર્ટન્ટ આવવાનું છે. આથી તમે અજાણતા જ આગળનું વિચારવાનુ શરૂ કરી દો છો. હું માનસિક રીતે સંપૂર્ણ રીતે તૈયાર છુ.”

virat

virat anushkaવિરાટને જ્યારે પૂછવામાં આવ્યુ કે મેરેજ પછી ક્રિકેટમાં કમબેક કરવુ તેના માટે કેટલુ મુશ્કેલ હશે ત્યારે વિરાટે જણાવ્યું, “કંઈ મુશ્કેલ નહિ હોય. આને લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. લગ્ન મેચ કરતા અનેકગણા વધારે મહત્વના હતા. આ સમય અમારા બંને માટે ખાસ રહેશે. ક્રિકેટમાં કમબેક કરવુ અઘરુ નહતુ કારણ કે તે મારા લોહીમાં છે. ટીમના બીજા સભ્યો અને મેનેજમેન્ટના પણ લોહીમાં ક્રિકેટ છે. આથી મારા માટે પ્રોફેશનમાં કમબેક કરવુ અઘરુ નથી.”

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close