વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ બે ખેલાડીઓને ગણાવ્યા એક્સ ફેક્ટર

આ બંન્નેએ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં 21 વિકેટ ઝડપી છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 8, 2018, 06:53 PM IST
 વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ બે ખેલાડીઓને ગણાવ્યા એક્સ ફેક્ટર
કુલદીપ અને ચહલની સ્પિન બોલિંગને જવાબ આફ્રિકા પાસે નથી (ફોટોઃ બીસીસીઆઈ)

કેપટાઉનઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ચાઇનામેન બોલર કુલદીપ યાદવ અને લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની જોડી 2019માં રમાનારા વિશ્વકપમાં હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. આ જોડીએ વનડે શ્રેણીમાં આફ્રિકાના બેટસમેનોને પરેશાન કરીને રાખ્યા છે. આ બંન્નએ છ મેચની શ્રેણીના પ્રથમ ત્રણ મેચમાં 21 વિકેટ ઝડપી છે. 

આ બંન્ને સ્પિનરોએ બુધરાવે ત્રીજી વનડેમાં 8 વિકેટ ઝડપીને આફ્રિકાના ઘરમાં હરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 

મેચ બાદ કોહલીએ કહ્યું, થઈ શકે છે કે આગળના મેચમાં તેની બોલિંગમાં 70 રન પડે, પરંતુ તેનાથી કોઈ ફેર પડતો નથી. જો તે આક્રમક લાઈન પર બોલિંગ કરશે તો બે-ત્રણ વિકેટ મળી જશે. આ પ્રકારની પરિસ્થિતિમાં ઘરની બહાર વિશ્વકપ રમીશું અને મને લાગે છે કે આ બંન્ને એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. 

આ બંન્નેને ટેસ્ટ ટીમમાં સમાવવા બાબતે કોહલીએ કહ્યું, આ હજુ દૂરની વાત છે. કેપ્ટન કહ્યું આ વાત હજુ દૂર છે, આ પ્રકારની પરિસ્થિતિમાં રમીને અને વિકેટ ઝડપીને તે પોતાની દાવેદારી મજબુત કરી શકે છે. તે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. મારી પાસે તેમની માટે શબ્દો નથી. બંન્ને ખેલાડીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે.