મહિલા ટી20 ચેલેન્જની ટીમોની થઈ જાહેરાત, મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે ટક્કર

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌગ 22 મેએ પ્રથમ મહિલા ટી20 ચેલેન્જ મેચમાં ટીમોની આગેવાની કરશે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 16, 2018, 04:58 PM IST
મહિલા ટી20 ચેલેન્જની ટીમોની થઈ જાહેરાત, મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે ટક્કર
ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટર માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચાલી રહેલી સીઝનમાં પ્લેઓફ પહેલા મહિલાઓ માટે આઈપીએલની જેમ મેચ રમાડવાનો નિર્ણય કર્યો છે. આ પ્રદર્શની મુકાબલામાં ટી-20 ટીમને કેપ્ટન હરમનપ્રીત કૌર અને દિગ્ગજ બેટ્સમેન સ્મૃતિ મંધાના ટીમની આગેવાની કરશે. 

બીસીસીઆઈએ મંગળવારે આ મુકાબલાની જાહેરાત કરી. આ મહિલા ટી-20 ચેલેન્જ મેચ 22 મેએ રમાશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્લ્ડ કપ-2017ની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમની સફળતાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે. 

આ મામલાને લઈને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ પોતાના નિવેદનમાં કહ્યું, આઈપીએલ પહેલાની જેમ યથાવત રહેશે. અમારો પ્રયત્ન છે કે મહિલા ક્રિકેટરોને પણ આઈપીએલ જેવા મોટા મંચ પર રમવાનો અવસર મળે. આ મેચ માટે અમે ઘણા ક્રિકેટ સંઘો સાથે વાત કરી છે. હું તેના પરિણામથી ખુશ છું. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સુજી બેટ્સ, મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન સોફી ડેવિન, ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી, વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલી, મેગલ સ્કટ અને બેથ મૂની આ મેચમાં રમવા માટે તૈયાર છે. 

તેમણે જણાવ્યું કે આ મેચમાં ઈંગ્લન્ડ તરફથી ડેનિયલ વેટ અને ડેનિયલ હેજલ પણ ભાગ લેશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને તેનું લાઇવ પ્રસારણ ભારત અને વિશ્વભરમાં કરવામાં આવશે. 

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA)ની મેમ્બર અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના એડુલ્જીએ જણાવ્યું કે, મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને વેદા કૃષ્ણામૂર્તિ સહિત દેશ-વિદેશના ખેલાડીઓ આ મેચમાં રમશે. બીસીસીઆઈ આ મેચને મહિલા ક્રિકેટની ભવિષ્ય તરીકે જોઈ રહી છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close