ઊંઝા News

Gujarat Yatra: મહેસાણાના ઊંઝા ખાતે પહોંચી ગુજરાત યાત્રા, જાણો શું કહે છે લોકો
ઝી 24 કલાકની વિશેષ રજુઆત કેમ છો ગુજરાત અંતર્ગતની ગુજરાત યાત્રામાં આજે અમારી ટીમ ઐતિહાસીક ઉંઝા નગરીએ પહોચી. જેનો ઇતિહાસ 1800 વર્ષ કરતાં પણ વધારે જુનો છે. વર્ષો પહેલાં ઉંઝાને ઉમાપુર નામથી ઓળખવામાં આવતુ હતુ. સયમ જતાં તેનુ અપભ્રંશ થતાં તે ઉંઝા થયુ. અહી કડવા પાટીદાર સમાજની કુળદેવી મા ઉમીયાના બેસણા છે. ઐતિહાસીક અને પૌરાણીક મંદિરનો પણ એક એલગ ઇતિહાસ છે 1800 વર્ષ અગાઉ બિહારના કુર્મી રાજા વ્રજપાલ સિંહ યુધ્ધના પરાજય બાદ પોતનીની માતાના માતૃશ્રાધ માટે સિધ્ધપુર આવ્યા હતા. ત્યારે અહીના પાટીદારોએ તેમને સર્વસ્વિકૃત રાજા તરીકે સ્વિકારતાં તેઓ અહી સ્થાયી થયા. જેતે વખતે રાજાને માતનુ સ્વપ્ન આવતાં કુળદેવીનુ તેમણે અહી નાનું મંદર બનાવ્યુ હતુ. અત્યારના હયાત મંદિરને 165 વર્ષ પહેલાં બેચરદાસ શેઠે બનાવ્યુ હતુ. જે આજે પાટીદાર સહિત અન્ય સમાજની આસ્થાનું કેન્દ્ર છે.
Jan 20,2020, 21:10 PM IST
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, મા ઉમિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર
Dec 21,2019, 16:50 PM IST
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી
Dec 21,2019, 13:12 PM IST
Unjha Lakshachandi Mahayagya: ભોજન બાદ ડીશ ધોવા પણ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા
18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી. જે બતાવે છે કે, લોકો પણ સ્વેચ્છાએ પોતાની સેવા આપી રહ્યાં છે.
Dec 21,2019, 15:15 PM IST

Trending news