Heroએ લોન્ચ કર્યું પહેલાથી દમદાર નવુ સુપર સ્પ્લેન્ડર, આ છે ફીચર્સ

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે (Hero Motocorp) નવુ સુપર સ્પલેન્ડર બાઇક લોન્ચ કર્યું છે. નવી બાઇકની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 57,190 રૂપિયા છે. 

 

Heroએ લોન્ચ કર્યું પહેલાથી દમદાર નવુ સુપર સ્પ્લેન્ડર, આ છે ફીચર્સ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે (Hero Motocorp) નવુ સુપર સ્પલેન્ડર બાઇક લોન્ચ કર્યું છે. નવી બાઇકની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 57,190 રૂપિયા છે. કંપનીની તરફથી કહેવામાં આવ્યું કે 125 સીસીવાળા નવા સુપર સ્પલેન્ડરમાં આઈ3 એસ (i3s) ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે નવુ બાઇક જુના મોડલ કરતા શાનદાર છે. આ વખતે સુપર સ્પલેન્ડરને હીરોના યૂથને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ડિઝાઇન અને ફીચર્સના બેઝ પર ફેરફાર કરવામાં આવ્યા છે. 

પ્રીમિયમ લુક સાથે વાઇડ રિયક ટાયર 
સુપર સ્પલેન્ડરના નવા મોડલનો પ્રીમિયમ લુક છે. સીટને અન્ડર સીટ સ્ટોરેજથી અપડેટ કરવામાં આવી છે. આ સાથે સાઇડ યૂટિલિટી બોક્સ અને વાઇડ રિયર ટાયર પણ આપવામાં આવ્યા છે. હીરો સુપર સ્પ્લેન્ડરના નવા મોડલને પાંચ કલર ઓપશન પર્પલ, બ્લેક વિથ રેડ, બ્લેક વિથ સિલ્વર, લાલ અને ગ્રે કલરમાં લોન્ચ કરાયું છે. એન્જીનની વાત કરીએ તો તેમાં 125 સીસી TOD (Torque-on-Demand) એન્જીન છે. 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ આ એન્જીન જુના મોડલ કરતા શાનદાર છે. 

આઈ3એસ ટેક્નિકથી લેસ
125 સીસીવાળુ આ એન્જીન 7500 rpm પર 11.4 પીએસના પાવર અને 6,000 rpm પર 11 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરે છે. આઈ3એસ એટલે કે, આઇડલ સ્ટોપ સ્ટાર્ટ ટેકનિકથી લેસ આ બાઇક વિશે કંપનીનો દાવો છે કે પહેલા કરતા સારી એવરેજ આપશે. હવે સિટીમાં ચલાવવા પર પણ બાઇકની એવરેજ સારી રહેશે. 

શું છે આઈ6એસ ટેક્નિક
આઈ3એસ ટેક્નિલમાં જો તમે ટ્રાફિક જામમાં કે અન્ય કામમાં રોકાયેલા રહો તો તમારી બાઇક સ્ટાર્ટ છે પરંતુ તમે ન્યૂટ્રલ મોડ કર્યો છે તો થોડા સમયમાં બાઇકનું એન્જીન ઓટોમોટિક બંધ થઈ જશે. આમ થવાથી પેટ્રોલનો વપરાશ ઓછો થશે. તેની અસર બાઇકની એવરેજ પર પડશે. નવી Super Splendorની હોન્ડા સીબી શાઇન, બજાજ ડિસ્કવર 125 અને યામાહા સલૂટો સાથે ટક્કર થશે. 

નવા બાઇક લોન્ચિંગના પ્રસંગે હીરો મોટોકોર્પના સેલ્સ એન્ડ કસ્ટમર  કેયર હેડ અશોક ભસીને કહ્યું કે, ભારતમાં વેંચાનારી દરેક બીજી મોટરસાઇકલ હીરોની છે. તેમણે કહ્યું કે 125 સીસી સેગ્મેન્ટમાં હીરોનું માર્કેટ શેયર 55 ટકાથી વધુ છે. માર્કેટ લીડરશિપને યથાવત રાખવાના ઇરાદાથી જ સુપર સ્પલેન્ડરનું નવુ વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news