...તો જલ્દી બંધ થઈ જશે વોટ્સએપ! જાણો શું છે તેનું કારણ

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારી માટે આ મહત્વનું છે. દુનિયાભરમાં ઉપયોગ થતું વોટ્સએપ મુશ્કેલીમાં છે. વોટ્સએપની મુશ્કેલી વધવાનું કારણ બ્લેકબેરી છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 9, 2018, 12:18 PM IST
 ...તો જલ્દી બંધ થઈ જશે વોટ્સએપ! જાણો શું છે તેનું કારણ

નવી દિલ્હીઃ જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે. દુનિયાભરમાં ઉપગોય કરાતું વોટ્સએપ મુશ્કેલીમાં છે. મહત્વનું છ કે, વોટ્સએપને આ મુશ્કેલી બ્લેકબેરીને કારણે થઈ છે. બ્લેકબેરીએ ફેસબુક પર કેસ દાખલ કરાવ્યો છે. તેમાં બ્લેકબેરીએ ફેસબુક પર મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટેકનિકની ચોરીનો આરોપ લગાવ્યો છે. બ્લેકબેરીએ દાવો કર્યો આ તેની પેટન્ટ ટેકનિક છે. બ્લેકબેરીનું કહેવું છે કે ફેસબુક એકાઉન્ટ ઈન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં બ્લેકબેરીની ટેકનિકનો પ્રયોગ કરી રહ્યું છે. 

ફેસબુક ખૂબ લોકપ્રિય હતુ
તમને જણાવી દઈએ કે આશરે દોઢ દશક પહેલા બ્લેકબેરી મેસેન્જર યૂઝર્સની વચ્ચે ખૂબ લોકપ્રિય હતું. હવે બ્લેકબેરીએ દાવો કર્યો કે ફેસબુક, ઇન્સટાગ્રામ અને વોટ્સએપ બ્લેકબેરીની તરફથી ડેવલોપ કરેલી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. બ્લેકબેરીએ તે પણ કહ્યું કે ફેબબુકે અમારી બૌદ્ધિક સંપત્તિ ચોરી છે. તેથી ફેસબુક મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવામાં આવે. 

ફેસબુકે ઘણા ફીચર્સ ચોર્યા
હજુ સુધી બ્લેકબેરી તરફથી આંકડાની જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કંપની આર્થિક નુકશાનની ભરપાઇ ઈચ્છે છે. બ્લેકબેરીનું કહેવું છે કે ફેસબુકે તેના ફીચર્સની ચોરી કરી છે. આ મામલે  ફેસબુકના ડેપ્યુટી જનરલ કાઉન્સિલ પોલ ગ્રેવાલે ફેસબુકના તે આરોપો પર કહ્યું, બ્લેકબેરી નવી શોધ કરવાની જગ્યાએ બીજાની શોધ પર ટેક્સ લગાવવાના ચક્કરમાં છે. અમે આ મામલે બ્લેકબેરીનો સામનો કરવા ઈચ્છીએ છીએ. 

ફેડરલ કોર્ટમાં કર્યો કેસ દાખલ
કાયદાકિય લડાઇથી બ્લેકબેરી અને ફેસબુકનું નિરાકરણ આવશે. બ્લેકબેરીએ લોસ એન્જલિસની ફેડરલ કોર્ટમાં કેસ કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં બ્લેકબેરીએ નોકિયા પર 3જી અને 4જી વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનિકની પેટન્ટને લઈને કેસ કર્યો હતો. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close