ભારત માટે અત્યારે સાવ નકામો છે Appleનો ડ્યુઅલ સિમવાળો ફોન કારણ કે...

બુધવારે મોડી રાત્રે એપલે પોતાના આઈફોન સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે

Updated: Sep 13, 2018, 03:17 PM IST
ભારત માટે અત્યારે સાવ નકામો છે Appleનો ડ્યુઅલ સિમવાળો ફોન કારણ કે...

મુંબઇ : બુધવારે મોડી રાત્રે એપલે પોતાના આઈફોન સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ આ વર્ષે પણ 2017ની જેમ જ ત્રણ નવા આઈફોન લોન્ચ કર્યા છે. કંપનીએ iPhone XS, iPhone XS Max અને iPhone XR એમ ત્રણ ફોન લોન્ચ કર્યા છે. આ ત્રણ નવા ફોનની મહત્ત્વની ખાસિયતની વાત કરીએ તો પ્રથમ વખત એપલે તેના ફોન ડ્યૂઅલ સિમ સાથે લોન્ચ કર્યા છે. આ ત્રણેય ફોન ડ્યૂઅલ સિમ અને ડ્યૂઅલ સ્ટેન્ડબાય ફીચર સાથે આવશે.

જોકે ભારત માટે આ  ડ્યુઅલ સિમવાળો ફોન સાવ નકારમો છે કારણ કે આ ત્રણેય સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય. સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે. 

eSIM યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. નોંધનીય છે કે ચીનમાં ઇસિમને પરમિશન નથી આથી ત્યાં iPhone Xs Maxના ડ્યુઅલ સિમ સ્લોટ ધરાવતા વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.

ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close