સ્પીડ બાબતે Jio તમામ કંપનીઓને પછાડી 10મી વાર 'સરતાજ

અપલોડ સ્પીડ બાબતે જો કે જીયોને પછાડીને વોડાફોને અને આઇડિયા કંપની આગળ રહી હતી

Krutarth Joshi Krutarth Joshi | Updated: Dec 29, 2017, 08:33 PM IST
સ્પીડ બાબતે Jio તમામ કંપનીઓને પછાડી 10મી વાર 'સરતાજ

નવી દિલ્હી : રિલાયન્સ જીયો (Reliance Jio)એ 4જી ડાઉનલોડ સ્પીડ મુદ્દે ઓક્ટોબર મહિનામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સતત 10મો મહિનો છે જ્યારે કંપનીએ સૌથી ઝડપી ડાઉનલોડ સ્પિડ આપી છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધીકરણ (ટ્રાઇ)એ હાલનાં આંકડાઓ અનુસાર ઓક્ટોબરમાં જીયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 21.8 એમબીપીએસ રહી. આ સતત બીજો એવો મહિનો છે જ્યારે જીયોએ 21MBPSથી વધારે સ્પીડ આપી છે. આ એવું કરનારી પહેલી ભારતીય કંપની બની ગઇ છે. 

વોડાફોન ઇન્ડિયા ઓક્ટોબરમાં 9.9 MBPSની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ સાથે બીજા નંબરે તો  ભારતી એરટેલ 9.3 MBPS સાથે ત્રીજા નંબર પર રહ્યું હતું. આઇડિયા 8.1MBPS સાથે ચોથા સ્થાન પર રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં આઇડિયા ત્રીજા નંબર પર હતું અને એરટેલ ચોથા નંબર પર રહ્યું હતું. આંકડાઓ પર નજર કરીએ તો એરટેલ નેટવર્ક પર સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડમમાં ઘણો સુધારો થયો છે. ગત્ત મહિને 7.5 એમબીપીએસ સ્પીડની તુલનામાં આ મહીને 9.3 એમબીપીએસની સરેરાશ સ્પીડ નોંધાઇ છે. 

નવા વર્ષમાં આ રેસમાં BSNL પણ જોડાઇ જશે કારણ કે જાન્યુઆરી મહિનાથી બીએસએલ પણ પોતાની 4જી સર્વિસ ચાલુ કરી રહ્યું છે. જો કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 4જ4 સ્પીડ મુદ્દે કોઇ ફેરફાર આવ્યો નથી. 4જી અપલોડ સ્પીડ મુદ્દે હજી પણ આઇડિયા 7.1 એમબીપીએસ સાથે ટોપ પર છે. વોડાફોન 6.2 MBPS સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર રિલાયન્સ જીયો અને એરટેલ ક્રમશ 4.9 MBPS અને 3.9 એમબીપીએસ પર છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close