જિયો યુઝર છો? તો આ એક Secret કોડ ખાસ તમારા માટે

જિયો યુઝર્સ માટે કઈંક સ્પેશિયલ છે. આથી સ્પેશિયલ બેનિફિટ્સ સાથે ખાસ વાતો જાણવી પણ જરૂરી છે. 

જિયો યુઝર છો? તો આ એક Secret કોડ ખાસ તમારા માટે

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના બજારમાં આવ્યાં બાદથી જ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. જિયો ગ્રાહકો માટે લગભગ રોજેરોજ નવી નવી ઓફરો લઈને આવે છે. ખાસ ફાયદા મળે છે. પરંતુ જિયો યુઝર્સ માટે કઈંક સ્પેશિયલ છે. આથી સ્પેશિયલ બેનિફિટ્સ સાથે ખાસ વાતો જાણવી પણ જરૂરી છે. અહીં એક સિક્રેટ કોડની વાત કરીશું. જે જિયો યુઝર્સ માટે ખુબ કામ આવી શકે છે. જિયો ઉપયોગ કરનારા લોકો સામે વારંવાર નેટવર્કની સમસ્યાઓ આવતી રહી છે. જેને લઈને તેમને ફરિયાદ પણ રહેતી હશે. પરંતુ તેનું કોઈ સમાધાન મળ્યું નહીં હોય. કોલ ડ્રોપ, ફોન કનેક્ટ ન થવો, મેસેજ ડિલિવર ન થવો જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ માટે એક એવો કોડ છે જેને જિયો યુઝર્સ ઉપયોગ કરે તો તેમને આવી કોઈ સમસ્યા નહીં થાય.

શું છે આ સીક્રેટ કોડ?
જિયો યુઝર્સ માટે આ કોડ છે *409*. આ એક ખાસ કોડ છે. જેની મદદથી જિયો નંબરને કોઈ બીજા નંબર પર ફોરવર્ડ કરી શકાય છે. એટલે કે તમે નેટવર્કમાં હોવ કે ન હોવ પરંતુ તમારો કોઈ કોલ મિસ નહીં થાય. નેટવર્ક ન આવતું હોય તો પણ તમારા જિયો નંબર પર આવનારા ફોન બીજા નંબર પર આવશે. જો કે આ માટે એ પ્રોસેસને પૂરી કરવાની રહેશે. જેનો એક સરળ ઉપાય છે. તેની મદદથી આમ કરી શકાય છે. 

આવી રીતે કરો કોડનો ઉપયોગ
ફોન ડાયલરથી *409* ડાયલ કરો. ત્યારબાદ જે નંબર પર કોલ ફોરવર્ડ કરવા માંગતા હોવ તે નંબર એન્ટર કરો અને તેને ડાયલ કરો. આ પ્રક્રિયા પૂરી કરતા જ તમારા જિયો નંબર પર કોલ નહીં લાગતો હોય તો બીજા નંબર પર આવવા લાગશે. આમ કરવાથી જિયો નંબર પર ફોન નહીં લાગવાની સમસ્યાથી છૂટકારો તો મળશે જ પરંતુ સાથે સાથે કોઈ જરૂરી કોલ મિસ પણ નહીં કરો. 

સેવા બંધ કરવી પણ સરળ છે
જો જિયો યૂઝર્સ પોતાના કોલ ફોરવર્ડિંગની સેવા બંધ કરવા માંગતા હોય તો તે પણ સરળ પ્રક્રિયા છે. આ સર્વિસ બંધ કરવા માટે તમારે *410 ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ આ સર્વિસ આપોઆપ બંધ થઈ જશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news