હાલમાં લોન્ચ થયેલા Xiaomi Poco F1નો મોટો લોચો આવ્યો સામે

ચાઇનીઝ સ્માર્ટફોનમેકર કંપની Xiaomiએ ભારતીય માર્કેટમાં Poco સિરિઝનો ફોન Poco F1ને લોન્ચ કર્યો છે.

Updated: Sep 12, 2018, 06:02 PM IST
હાલમાં લોન્ચ થયેલા Xiaomi Poco F1નો મોટો લોચો આવ્યો સામે

વી દિલ્હી : ચાઇનીઝ સ્માર્ટફોનમેકર કંપની Xiaomiએ ભારતીય માર્કેટમાં Poco સિરિઝનો ફોન Poco F1ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcomm`s flagshipના સ્નેપડ્રેગન 845 પ્રોસેસરનો ઉપયોગ થાય છે. આ સિવાય LiquidCool (લિક્વિડ કુલ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આના કારણે ફોન લાંબા સમય સુધી વપરાશ પછી પણ ગરમ નથી થતો. Xiaomi Poco F1 ત્રણ રંગ ગ્રેફાઇટ બ્લેક,સ્ટીલ બ્લુ અને રોસો રેડમાં ઉપલબ્ધ છે. આ ફોનના 3 વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Poco F1 આર્મડ એડિશન (સ્પેશિયલ એડિશન)ની રેમ 8GB અને ઇન્ટરનલ મેમરી 256GB છે. એની કિંમત 29,999 રૂ. છે. જોકે હવે આ ફોનને લગતી મોટી સમસ્યા સામે આવી છે. 

હકીકતમાં આ ફોનને Widevine L1 સપોર્ટ ન હોવાના કારણે શાઓમીની સબ બ્રાન્ડ પોકોની ક્વોલિટી સામે પ્રશ્નાર્થ ચિન્હ પહેલાંથી જ હતું પણ હવે યુઝર્સ એનો ડિસ્પ્લે ઝાંખો પડી જતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. શાઓમી Poco F1 યુઝર્સના દાવા પ્રમાણે અંધારામાં જ્યારે ફોનની બ્રાઇટનેસ વધારવાના પ્રયાસ કરવામાં આવે તો સ્ક્રીનનો નીચેનો ભાગ ધુંધળો દેખાય છે. 

Poco F1ની હાઇલાઇટ એનું પ્રોસેસર છે. આમાં Qualcomm`s 2.8Ghz 10nn FinFetના સ્નેપડ્રેગન 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Poco F1 સ્ક્રીન 6.18 ઇંચ ફુલ એચડી સ્ક્રીન ધરાવે છે જેનું રેઝોલ્યુશન 2340x1080 પિક્સેલ છે. આસ્પેક્ટ રેશિયો 19:9 છે. સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સેલનો છે. કેમેરાના સેન્સરમાં બ્યુટિફિકેશન ફિચરનો ઉપયોગ કરવામાં આવે છે. રિયરમાં ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સિવાય રિયલ પ્રાઇમરી કેમેરામાં Sony IMX363નો ઉપયોગ કરવામાં આવ્યો છે.  સાઉન્ડની વાત કરીએ તો પોકો સિરિઝમાં Dirac HD સાઉન્ડ દેવામાંઆવ્યો છે. બેટરી 4000mAhની છે. બેટરી કેપિસિટીની વાત કરીએ તો ફુલ ચાર્જ થયા પછી તમે 8 કલાક સુધી ગેમ રમી શકે છે અથવા તો 30 કલાક સુધી વાત કરી શકે છે. જો તમે ફોન સ્ટેન્ડબાય મોડ પર મૂકી દો તો 15 દિવસ સુધી ચાર્જિંગ કરવાન જરૂર નહીં પડે. 

ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close