ભારતીય યુઝર્સને Whatsappનો મોટો 'ઝટકો'

ફેક ન્યૂઝ પર અંકુશ લાદવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

ભારતીય યુઝર્સને Whatsappનો મોટો 'ઝટકો'

નવી દિલ્હી : ફેક ન્યૂઝ પર અંકુશ લાદવા માટે મોટો નિર્ણય લેવામાં આ્વ્યો છે. હવે વોટ્સએપે ચેટની લિમિટ નક્કી કરી નાખી છે. વોટ્સએપે માત્ર ભારતીય યુઝર્સ માટે મેસેજ મોકલવાની મર્યાદા નક્કી કરી છે. સરકારની નોટિસ પછી વોટ્સએપે આ પગલું ઉઠાવ્યું છે. કંપનીના માલિકે આપેલી માહિતી પ્રમાણે ભારતીય યુઝર્સ ક્વિક ફોરવર્ડ બટનનો ઉપયોગ નહીં કરી શકે. ક્વિક ફોરવર્ડ બટનનું ઓપ્શન મીડિયા મેસેજ પછી આવે છે. વોટ્સએપે આ ફિચરમાં માત્ર ભારતીય યુઝર્સ માટે બદલાવ કર્યો છે. 

ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટેના પ્રયાસો અંતર્ગત લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે કહ્યું છે કે ભારતમાં તેનાં યુઝર્સ એક સાથે પાંચથી વધારે ચેટ્સને મેસેજ ફોરવર્ડ કરી નહીં શકે.વોટ્સએપે ચૂંટણી પંચને આ પ્રમાણેની જાણકારી અને ખાતરી આપી છે. એણે કહ્યું છે કે આગામી ચૂંટણીઓ પૂર્વે અમારા મેસેજિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો રોકવા માટે અમે ઘણા પગલાં લઈશું. અમે બીજા દેશોમાં જેનો ઉપયોગ કર્યો છે તે ફેક ન્યૂઝ વેરિફિકેશન મોડેલ ભારતમાં પણ લાવીશું.


વોટ્સએપ દ્વારા બોગસ ન્યૂઝ ફેલાતા રોકવા માટે તેનાં નવાં ફીચર્સ ફેક ન્યૂઝ વેરિફિકેશન ટૂલ ‘Verificado’નું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો ઉપયોગ કરાશે. પછી 2019માં લોકસભાની ચૂંટણીમાં તે ઉપયોગમાં લેવાશે. ગયા જૂનમાં મેક્સિકોમાં યોજાયેલી ચૂંટણીમાં તેનો ઉપયોગ કરાયો હતો. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી ન્યૂઝ કે મેસેજને સ્કેન કરીને તેની સત્યતા તપાસવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news