મોટારોલાએ મોટો જી સીરીઝનો લોન્ચ કરાયો નવો સ્માર્ટફોન Moto G6 Plus, જાણો શું કિંમત અને ફિચર્સ

મોટો જી શ્રેણીવાળા આ હેંડસેટની ક્વાલિટી, સ્ટાઇલ અને એક્સપીરિયંસ પર કંપનીને વિશષે ધ્યાન આપ્યું છે. તેમાં તમે ઇંટીગ્રેટેડ ગુગલ લેંસ ફંક્શનલિટીની સાથે વધારે કાર્ય કરી શકો છો. તેમાં 3ડી ગ્લાસ બેક છે. જેના કારણે તેનો લુક ખુબ જ પ્રીમિયમ દેખાય છે

Dushyant karnal Dushyant karnal | Updated: Sep 10, 2018, 03:48 PM IST
મોટારોલાએ મોટો જી સીરીઝનો લોન્ચ કરાયો નવો સ્માર્ટફોન Moto G6 Plus, જાણો શું કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી: સૌરભ સુમન: ચીનની કંપની Lenovoના માલિકીવાળી કંપની Motorolaએ સોમવારે ભારતમાં મિડ-રેન્જ સ્માર્ટફોન Moto G6 Plus  લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 22,499 રૂપિયા છે. આ 10 સપ્ટેમ્બર 2018થી બધા અગ્રણી મોબાઇલ સ્ટોર અને amazon.in પર ઉપલબ્ધ છે. મોટો જી શ્રેણીવાળા આ હેંડસેટની ક્વાલિટી, સ્ટાઇલ અને એક્સપીરિયંસ પર કંપનીને વિશષે ધ્યાન આપ્યું છે. તેમાં તમે ઇંટીગ્રેટેડ ગુગલ લેંસ ફંક્શનલિટીની સાથે વધારે કાર્ય કરી શકો છો. તેમાં 3ડી ગ્લાસ બેક છે. જેના કારણે તેનો લુક ખુબ જ પ્રીમિયમ દેખાય છે.

Moto G6 Plusમાં શું છે ખાસ
- 5.9 ની ફુલ એચડી+મેક્સ વિઝન ડિસ્પ્લે
- ક્વાલકોમ સ્નેપડ્રેગમ પ્રોસેસર 2.2 ગીગાહર્ટ્ઝ
- 6 જીબી રેમ
- 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરા
- 3200 એમએએચની ઓલ-ડે બેટરી
- ચાર્જ કરવા માટે 15 વોટનું ટર્બો ચાર્જર

સ્માર્ટ કેમેરા સિસ્ટમ
મોટો જી6 પ્લસમાં 3ડી ગ્લાસ બેક છે. જેના કારણે તેનો લુક ખુબજ પ્રીમિયમ દેખાય છે. મોટો જી6 પ્લસમાં સ્માર્ટ કેમેરા સિસ્ટમ છે, જે ઓછા પ્રકાશમાં પણ સુદર ફોટો ક્લિક કરે છે. તેમાં ફાસ્ટ ફોકસ તાથા ડેપ્થ ઇફેક્ટ માટે તેમાં ડ્યૂઅલ ઓટોફોકસ પિક્સલ ટેકનોલોજી છે. તેમાં સ્માર્ટ કેમેરા સોફ્ટવેયર છે, જેમાં સ્પોર્ટ કલર, સલેક્ટિવ બ્લેક એન્ડ વ્હાઇટ, એફ અનલોક અને ક્યૂઆર કોડ સ્કેનર જીવા ફિચર્સ છે. તેમાં ગૂગલ લેન્સનો અનુભવ છે, જે લેન્ડમાર્ક રિકગ્નિશન માટે કેમેરા સોફ્ટવેયરમાં ઇંટિગ્રેટેડ છે.

આ પહેલાના હેંડસેટ Moto G6 અને Moto G6 Play ને ભારતમાં પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. મોટો જી 6 અને મોટો જી6 પ્લેની સરખામણીએ Moto G6 Plusમાં મોટી ડિસ્પ્લે, ઝડપી પ્રોસેસર અને વધારે રેમ આપવામાં આવી છે. પાંચ મહિના પહેલા મોટો જી6 પ્લસને બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close