હવે મનગમતી નોકરી ગોતવામાં પણ મદદ કરશે Google 'આ' રીતે

જોબ માર્કેટમાં મહત્વની મદદ સાબિત થાય એવા ફિચરનો ગૂગલમાં ઉમેરો થયો છે

હવે મનગમતી નોકરી ગોતવામાં પણ મદદ કરશે Google 'આ' રીતે

નવી દિલ્હી : ભારતીય માર્કેટ અને ખાસ કરીને યુવાનો જોબ માર્કેટમાં મહત્વની મદદ સાબિત થાય એવા ફિચરનો ગૂગલમાં ઉમેરો થયો છે. સર્ચ એન્જિન Googleએ પોતાના પ્લેટફોર્મમાં નવું ફિચર ઉમેર્યું છે જે લોકોને પોતાની પસંદગીની નોકરો શોધવામાં મહત્વની મદદ કરશે. જેની મદદથી યુઝર્સ સરળતાથી પોતાની જરૂરિયાતો પ્રમાણે નોકરી સર્ચ કરી શકશે. તેના માટે યુઝરે સર્ચ ઓપ્શનમાં 'Job Near Me' સર્ચ કરવું પડશે. આ ફીચરનો એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર સરળતાથી ઉપયોગ કરી શકાશે.

Googleના આ નવા ફીચરની મદદથી લોકોનો રોજગાર શોધવામાં સરળતા રહેશે. યુઝર્સની સુવિધા માટે એપમાં લોકેશન, ટાઈપ અને ફીલ્ડ જેવા ઘણા ફિલ્ટર આપવામાં આવ્યા છે, જેનાથી લોકો સરળતાથી પોતાના માટે નોકરી શોધી શકશે. 

— Google India (@GoogleIndia) April 24, 2018

Googleએ યુઝર્સની સુવિધા માટે Linkedin, Quicker Jobs, Shine.com સહિત અનેક પ્લેટફોર્મ સાથે પાર્ટનરશીપ કરી છે. સર્ચ કરવાની સાથે યુઝર Googleના આ નવા પ્લેટફોર્મમાં સેવ લિસ્ટીંગ, શેર અને એલર્ટ એક્ટિવેટ કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news