WhatsAppનું નવં જોરદાર ફિચર, મોટીમોટી ભુલોને સુધારવાનો આપશે મોટો ચાન્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હાલમાં એક નવા ફિચરની શરૂઆત કરી હતી

WhatsAppનું નવં જોરદાર ફિચર, મોટીમોટી ભુલોને સુધારવાનો આપશે મોટો ચાન્સ

નવી દિલ્હી : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હાલમાં એક નવા ફિચરની શરૂઆત કરી હતી જેના હેઠળ મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો હતો. ઓક્ટોબરમાં જ્યારે ડિલીટ ફોર એવરીવન નામનં આ ફિચર લોન્ચ કરવામાં આ્વ્યું હતું ત્યારે મેસેજ કર્યાની સાત મિનિટની અંદર એને ડિલીટ કરવાની સગવડ હતી. હવે લેટેસ્ટ માહિતી પ્રમાણે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો સમયગાળો વધારી દેવામાં આ્વ્યો છે. હવે પહેલાંની સરખામણીમાં હવે એક કલાક અને આઠ મિનિટની સુધી આ મેસેજ ડિલીટ કરી શકાય છે. 

નોંધનીય છે કે વોટ્સએપમાં આપવામાં આવેલું આ ફિચર બીજા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કરતા અલગ છે. ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામમાં સિક્રેટ ચેટ જેવા ઓપ્શન જેમાં કેટલાક સમય પછી મેસેજ આપોઆપ ડિલીટ થઈ જાય છે. 

હાલમાં વોટ્સએપના બીટા વર્ઝનમાં પાંચ અલગઅલગ પ્રકારના આઇકોન આપવામાં આ્વ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે આ આઇકોનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો પણ કિનારાઓને આકાર આપવામાં આ્વ્યો છે. હાલમાં આ ફિચર માત્ર બીટા વર્ઝન માટે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news