JIOને ટક્કર આપવા આવી રહ્યું છે Nokia 3310નું 4G વર્ઝન, ફિચર્સ છે દમદાર

નોકિયા 3310 (Nokia 3310)ના ચાહકો માટે એક ખુશખબર છે

JIOને ટક્કર આપવા આવી રહ્યું છે Nokia 3310નું 4G વર્ઝન, ફિચર્સ છે દમદાર

નવી દિલ્હી : નોકિયા 3310 (Nokia 3310) તો તમને યાદ જ હશે. હવે આ ફોનના લવર્સ માટે એક ખુશખબર છે. હવે નોકિયાના વડપણ હેઠળની કંપની એચએમડી ગ્લોબલ નોકિયા 3310ના 4G વર્ઝનને લોન્ચ કરવા જઈ રહી છે. ચાઇનીજ સર્ટિફિકેશ વેબસાઇટ TENAA પ્રમાણે કંપની નોકિયા 3310ના 4G વર્ઝનને આ વર્ષે જ લોન્ચ કરી શકે છે. જોકે આ મામલે એચએમડી ગ્લોબલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. 

અનેક અપડેટ્સ સાથે ઉપલબ્ધ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે ફોનને TENAA સર્ટિ્ફિકેશનમાં મોડલ નંબર TA-1077 મળ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે નોકિયાનો આ ફોનનું 4G વેરિઅન્ટ યુન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ યુન એન્ડ્રોઇડનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન છે. આ પહેલાં 2G કનેક્ટિવિટી સાથે  3310 મોબાઇલ ફોનને ગયા વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરવામાં આ્વ્યો હતો. આ પછી સપ્ટેમ્બર મહિનામાં એનું 3G વેરિઅન્ટ આવ્યું હતું. 

પહેલાં જેવા અનેક ફિચર્સ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે નોકિયા 3310ના 4G વેરિ્અન્ટ ફોનમાં અનેક ફિચર પહેલાં જેવા જ હશે. આશા છે કે આ ફોનમાં 2.4 ઇંચનો QVGA ડિસ્પ્લે તેમજ 2 મેગાપિક્સેલનો LED ફ્લેશવાળો રિયર કેમેરા હશે. ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આ ફોનમાં બ્લુટુથ, એફએમ રેડિયો તેમજ માઇક્રો SD કાર્ડનો સ્લોટ હશે. આશા છે કે આ નોકિયાના આ ફોનમાં 1200 mAhની બેટરી હશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news