રેડમી Note 5ની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો માટે આવ્યાં સારા સમાચાર, ખાસ જાણો

ભારતમાં શાઓમીનું મોટું માર્કેટ છે. રેડમીના સ્માર્ટફોન સૌથી વધુ પસંદ કરાઈ રહ્યાં છે. ઈ-કોમર્સ પર એક્સક્લુઝિવ રીતે વેચાતા આ ફોન ગણતરીની મિનિટોમાં ઢગલાબંધ વેચાઈ જાય છે. 

Viral Raval Viral Raval | Updated: Jan 9, 2018, 11:48 AM IST
રેડમી Note 5ની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો માટે આવ્યાં સારા સમાચાર, ખાસ જાણો

નવી દિલ્હી: ભારતમાં શાઓમીનું મોટું માર્કેટ છે. રેડમીના સ્માર્ટફોન સૌથી વધુ પસંદ કરાઈ રહ્યાં છે. ઈ-કોમર્સ પર એક્સક્લુઝિવ રીતે વેચાતા આ ફોન ગણતરીની મિનિટોમાં ઢગલાબંધ વેચાઈ જાય છે. હવે લોકો શાઓમીના રેડમી નોટ 5ની રાહ જોઈ રહ્યાં છે. આ લોકો માટે સારા સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ આ ફોન 2 મહીના બાદ લોન્ચ થઈ શકે છે. પરંતુ આ વર્ષના મોસ્ટ અવેટેડ ફોન રેડમી Note 5ના લોન્ચ થતા પહેલા જ તેના ફીચર્સ લીક થઈ ગયા છે. ફોનના ટેસ્ટિંગ સમયે જ ફોનના ફીચર્સ લીક થઈ ગયાં. શાઓમીના આ સ્માર્ટફોનમાં Qualcommનું આવનારું પ્રોસેસર Snapdragon 632 આપવામાં આવ્યું છે. જે સૌથી દમદાર પ્રોસેસર છે. 

પ્રોસેસરના કારણે લોન્ચિંગમાં થયું મોડુ

મીડિયા રિપોર્ટ્સ મુજબ રેડમી નોટ 5ના લોન્ચિંગમાં એટલા માટે વાર લાગી છે કારણ કે કંપનીને Qualcomm ના લેટેસ્ટ Snapdragon 632 પ્રોસેસરની એનાઉન્સમેન્ટનો ઈન્તેજાર હતો. અહેવાલો મુજબ આ ફોનની કિંમત Note 4થી વધુ હશે. બેસ વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા હોઈ શકે છે. 

2 વેરિએન્ટમાં આવી શકે છે ફોન

રિપોર્ટ્સ મુજબ રેડમી નોટ 5ના 2 વેરિએન્ટ બજારમાં ઉતારવામાં આવી શકે છે. એક વેરિએન્ટમાં 3જીબી રેમ સાથે 32 જીબીની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જ્યારે બીજા વેરિએન્ટમાં 4 જીબી રેમ સાથે 64 જીબીની ઈન્ટરનલ મેમરી આપી શકાય છે. 

ફોનના દમદાર ફીચર્સ 

રિપોર્ટ્સને ધ્યાનમાં લઈએ તો જે ફિચર્સ લીક થયા છે તે નીચે મુજબ છે.

રેડમી નોટ 5માં 5.99ની ફૂલ એચડી (1080x2160 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે.
ડિસ્પ્લે ફૂલ વિઝન સાથે આવશે.
ડ્યુઅલ રિયલ કેમેરા, 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે.
ફોનમાં 4000mAhની બેટરી હશે.
આ ફોનમાં એન્ડ્રોઈડ 7.1 નોગટ હશે.