રિલાયન્સ Jioનો વધુ એક જબરદસ્ત ધમાકો, હવે લોન્ચ થશે 'આ' પ્રોડક્ટ

ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યાં બાદ હવે રિલાયન્સ જિયો એક વધુ ધમાલ કરવા જઈ રહી છે.

રિલાયન્સ Jioનો વધુ એક જબરદસ્ત ધમાકો, હવે લોન્ચ થશે 'આ' પ્રોડક્ટ

નવી દિલ્હી: ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યાં બાદ હવે રિલાયન્સ જિયો એક વધુ ધમાલ કરવા જઈ રહી છે. હવે કંપનીની તૈયારીઓ સિમકાર્ડવાળુ લેપટોપ લોન્ચ કરવાની છે. વાસ્તવમાં કંપની પોતાના એવરેજ એવન્યુ પર યૂઝર (ARPU) વધારવાની કોશિશ કરી રહી છે. આશા છે કે સિમ કાર્ડવાળા લેપટોપથી જિયોને પોતાના ARPU વધારવામાં મદદ મળશે. રિલાયન્સ જિયોએ ગત વર્ષે જ પોતાનો 4જી ફીચર ફોન લોન્ચ કર્યો હતો. જિયોના લોન્ચથી જ રિલાયન્સના ત્રીજા ત્રિમાસિકમાં 500 કરોડનો નફો નોંધાયો હતો.

ક્વાલકોમ સાથે બનાવશે લેપટોપ
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી જિયો અમેરિકાની મોટી ચિપ નિર્માતા કંપની ક્વાલકોમ સાથે વાતચીત કરી રહી છે. આ લેપટોપ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને ભારતીય બજાર માટે તેને બિલ્ટ ઈન સેલ્યુલર કનેક્શન સાથે લોન્ચ કરવામાં આવશે. ક્વાલકોમ અગાઉથી જ 4જી ફીચર ફોન માટે જિયો અને રિલાયન્સ રિટેલ સાથે કામ કરી રહી છે.

સેલ્યુલર કનેક્ટિવિટી મળશે
ક્વાલકોમ ટેક્નોલોજીઝના પ્રોડક્ટ મેનેજમેન્ટ, સીનિયર ડાઈરેક્ટર Miguel Nunesએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે અમે જિયો સાથે વાતચીત કરી રહ્યાં છીએ. તેઓ અમારી પાસેથી ડિવાઈસ લઈને તેને ડેટા અને કન્ટેન્ટ સાથે જોડી શકે છે. આ ઉપરાંત ચિપનિર્માતા Internet of Things (IoT)  બ્રાન્ડ સ્માર્ટ્રોન સાથે સેલ્યુલર કનેક્ટિવિટીવાળા સ્નેપડ્રેગન 835વાળા લેપટોપ લાવવા ઉપર પણ વાતચીત કરી રહી છે. સ્માર્ટ્રોને આ અંગે પુષ્ટિ કરી છે.

દુનિયાભરમાં ટેક્નોલોજીની માગણી
ક્વાલકોમ પહેલા જ દુનિયાની દિગ્ગજ કંપનીઓ એચપી, આસુસ અને લિનેવો જેવી લેપટોપ બનાવનારી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ ઉપરાંત દુનિયાના 14 મોટા ઓપરેટર્સે પણ આ નવી પહેલ સાથે જોડાવવામાં રસ દાખવ્યો છે. જેમાં વેરિઝોન, એટી એન્ડ ટી, તથા સ્પ્રિન્ટ્સ જેવી કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત જર્મની, યુકે, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના ઓપરેટર પણ આ ટેક્નોલોજી ઈચ્છે છે.

જિયોએ નથી કરી પુષ્ટિ
જો કે હજુ જિયોએ આ અહેવાલની પુષ્ટિ કરી નથી. અત્રે જણાવવાનું કે જિયો પહેલેથી દેશભરમાં રિલાયન્સ રિટેલ દ્વારા વાઈફાઈ ડોંગલ્સ, લાઈફ સ્માર્ટફોન્સ અને 4જી ફીચર ફોન વેચે છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિસર્ચ ડાઈરેક્ટર નીલ શાહના જણાવ્યાં મુજબ સિમ કાર્ડવાળા લેપટોપથી ઓપરેટર્સને ARPU વધારવામાં મદદ મળશે. કાઉન્ટરપોઈન્ટના ડેટા મુજબ ભારતમાં લગભગ પચાસ લાખ લેપટોપ દર વર્ષે વેચાય છે. જેમાથી મોટાભાગના હોમ કે પબ્લિક વાઈફાઈ દ્વારા કનેક્ટ કરાય છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news