2018માં 'બંપર લોટરી' સાબિત થઇ આ કાર્સ, 2019માં પણ પાથરશે જલવો

વર્ષ 2018 પુરૂ થવાને થોડા દિવસો બાકી છે. આ વર્ષ ઓટો ઇંડસ્ટ્રી માટે યાદગાર રહ્યું. આ વર્ષે કેટલીક એવી કાર્સ લોંચ થઇ જેને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી. આ તે બજેટ કાર છે જેનો જલવો 2019માં યથાવત રહેશે. અમે કેટલીક એવી કાર્સ વિશે તમને જણાવી રહ્યા છીએ જે 2018માં કંપનીઓ માટે બંપર લોટરી સાબિત થઇ.
2018માં 'બંપર લોટરી' સાબિત થઇ આ કાર્સ, 2019માં પણ પાથરશે જલવો

નવી દિલ્હી: વર્ષ 2018 પુરૂ થવાને થોડા દિવસો બાકી છે. આ વર્ષ ઓટો ઇંડસ્ટ્રી માટે યાદગાર રહ્યું. આ વર્ષે કેટલીક એવી કાર્સ લોંચ થઇ જેને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી. આ તે બજેટ કાર છે જેનો જલવો 2019માં યથાવત રહેશે. અમે કેટલીક એવી કાર્સ વિશે તમને જણાવી રહ્યા છીએ જે 2018માં કંપનીઓ માટે બંપર લોટરી સાબિત થઇ.

મારૂતિ સુઝુકી સ્વિફ્ટ
વર્ષ 2018ની સૌથી મુખ્ય કાર મારૂતિ સુઝુકી સ્વિફ્ટ. આ કંપનીની સૌથી વેચાનારી કારોમાંથી એક છે. કંપનીએ આ કારને નવા Heartect પ્લેટફોર્મ પર બનાવી છે અને કંપનીએ કારની અંદર અને બહાર બંને જગ્યાએ મોટા ફેરફાર કર્યા. 2018 Maruti Suzuki Swift હવે જૂની જનરેશન મોડલના મુકાબલે વધુ સ્ટાઇલિશ, સારી ટેક્નોલોજીથી સજ્જ અને વધુ સુરક્ષિત છે. ચોક્કસ આ કાર જૂના મોડલથી વધુ મોંઘી છે પરંતુ તેમછતાં તેને લોકોએ ખૂબ પસંદ કરી. કારમાં નવા LED DRLs, પ્રોજેક્ટર હેંડલેપ્સ, ડાયમંડ કટ એલોય, એપ્પલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટોનો વિકલ્પ છે. તો બીજી તર સેફ્ટી તરીકે નવી સ્વિફ્ટમાં ડુઅલ એરબેગ્સ, ABS ની સાથે EBD, ફ્રંટ સીટબેલ્ટ પ્રીટેંશનર અને સીટબેલ્ટ રિમાઈંડર સ્ટાડર્ડ આપવામાં આવ્યા છે. મારૂતિ સુઝુકી સ્વિફ્ટની એક્સ શો રૂમ કિંમત લગભગ 4.99 થી 8.76 લાખ રૂપિયા સુધી છે.

હ્યુંન્ડાઈ સેંટ્રો
2018માં ભારતીય ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીની સૌથી પ્રતિષ્ઠિત કારોમાંથી એક હ્યુંન્ડાઈએ લોંચ બાદ જ ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું. નવી પ્લેટફોર્મ પર આધારિત નવી સેટ્રોંમાં ઘણા મોડર્ન ફિચર્સ છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સિસ્ટમની સાથે એપ્પલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટો અને રિયર AC વેંટ્સ પણ આપવામાં આવ્યા છે, જે આ સેગમેંટનું પ્રથમ ફીચર્સ છે. જોકે, તેમાં ક્લાઇમેટ કંટ્રોલ આપવામાં આવ્યું નથી. નવી હ્યુંન્ડાઈ સેંટ્રોમાં સિંગલ ડ્રાઇવર સાઇડ એરબેગ આપવામાં આવી છે, તો Asta મોડલમાં પેસેંજર સાઇડ એરબેગ આપવામાં આવી છે. હ્યુંન્ડાઈ સેંટ્રોમાં પાવર સ્પેસિફિકેશન્સ તરીકે 69bhp વાળુ 1.1 લીટર, 4-સિલિન્ડર, નેચરલી એસ્પિરેટેડ એંજીન આપવામાં આવ્યું છે જે 5-સ્પીડ મૈનુઅલ અને એક નવું 5-સ્પીડ AMT ગિયરબોક્સ છે. હ્યુંન્ડાઈ સેંટ્રોની એક્સ શો રૂમ કિંમત 2.89 લાખથી 5.64 લાખ રૂપિયા સુધી છે.

ટાટા ટિયાગો
ટાટા કંપની થોડા દિવસોથી એવી કાર માટે પ્રયત્નો કરી રહી છે, જે કંપની માટે પણ બૂસ્ટર સાબિત થાય. ટાટા ટિયાગોથી કંપની રિસ્પોન્સ મળશે. ટાટા ટિયાગોમાં 1.2 લીટરનું રેવોટ્રોન પેટ્રોલ અને 1.05 લીટરનું રેવોટોર્ક ડીઝલ એંજીન છે. પેટ્રોલ એન્જીન 85 પીએસ પાવર અને 114 એનએમનો ટોર્ક આપે છે. ટિયાગોનું પેટ્રોલ એન્જીન 23.84 કિમી પ્રતિ લીટર અને ડીઝલ એન્જીન 27.28 કિમી પ્રતિ લીટરની માઇલેઝ આપે છે. બંને વેરિએન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનના ઓપ્શન છે. 

ફોર્ડ ફ્રીસ્ટાઇલ
ફોર્ડે વર્ષ 2018માં પોતાની ફ્રીસ્ટાઇલ લોંચ કરી. આ એક ક્રોસઓવર છે, જે એસયૂવીના લુક સાથે આવે છે. કારની કિંમત 5.23 લાખ રૂપિયા છે. પેટ્રોલ વેરિએન્ટમાં 1194 સીસીનું એન્જીન મળે છે. કંપનીનો દાવો છે કે કાર કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. ફોર્ડ ફ્રીસ્ટાઇલની કિંમત 5.23 લાખથી માંડીને 7.93 લાખ સુધી છે.

હોંડા અમેજ
હોંડા અમેજને પણ આ વખતે જનરેશન અપગ્રેડ આપવામાં આવ્યું છે. આ કાર ન્યૂ-જનરેશન પ્લેટફોર્મ પર બેસ્ડ છે તેનું ડિઝાઇન પણ લેટેસ્ટ છે. આ કાર 89 bhp 1.2- લીટર પેટ્રોલ અને 99 bhp 1.5-લીટર ડીઝલ એન્જીન સાથે આવે છે. સાથે જ અહીં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ઓપ્શનલ 7-સ્ટેપ CVT ઓટોમેટિક મળે છે. સાથે જ સેગમેંટની પહેલી કાર છે જે ડીઝલ CVT સાથે આવે છે. નવી હોંડા અમેજની કિંમત 5.80 લાખથી 9.10 લાખ સુધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news