Xiaomi બાદ આ મોટી કંપની મોબાઇલના ભાવમાં આપી રહી છે સ્માર્ટ TV

ગત થોડા દિવસો પહેલાં ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોંચ કર્યા બાદ ફ્રાંસની કંપનીએ સસ્તી કિંમતવાળા સ્માર્ટ ફોન લોંચ કર્યા છે.

Xiaomi બાદ આ મોટી કંપની મોબાઇલના ભાવમાં આપી રહી છે સ્માર્ટ TV

નવી દિલ્હી: ગત થોડા દિવસો પહેલાં ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોંચ કર્યા બાદ ફ્રાંસની કંપનીએ સસ્તી કિંમતવાળા સ્માર્ટ ફોન લોંચ કર્યા છે. આ વખતે ટેક્નીકલના અધિકારવાળી ફ્રેંચ કંપની થોમસન (Thomson) એ ભારતીય બજારમાં ત્રણ સ્માર્ટ ટીવી લોંચ કરવામાં આવ્યા છે. ત્રણ મોડલોને 43 ઇંચ 4K યૂએચડી એચડીઆર, 40 ઇંચ અને 32 ઇંચમાં લોંચ કરવામાં આવી છે. ત્રણેય મોડલનો નોઇડા સ્થિત એસપીપીએલની તરફથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ટીવીનો સેલ ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) પર 13 એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યાથી શરૂ થઇ ગયો હતો. આ સૌથી સસ્તા સ્માર્ટ ટીવીની કિંમત 13,490 રૂપિયા છે. 

ટીવીમાં આપવામાં આવ્યો એલજીની આઇપીએસ પેનલ
કંપનીનો દાવો છે કે તેના ત્રણ મોડલ બજેટ સ્માર્ટ ટીવી હોવાની સાથે લુક વાઇઝ સારું છે. આ પહેલાં લોંચ કરવામાં આવેલા Xiaomi ના ત્રણ સ્માર્ટ ટીવીને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.  

178 ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ
એચડીઆરને સપોર્ટ કરનાર સ્માર્ટ ટીવી 43TM4377 વિશે કંપનીઓ દાવો છે કે આ 178 ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ આપે છે. આ ટીવી એંડ્રોઇડ 4.4.4 કિટકેટ પર રન કરે છે. તેમાં ડ્યૂલ કોર કોરટેક્સ-A53 પ્રોસેસર છે. 1 GB રેમ અને 8 GB ની સ્ટોરેજવાળા આ ટીવીમાં હેડફોન જેક અને એસડી કાર્ડ સ્લોટની જગ્યા આપવામાં આવી છે. તેમાં વાઇફાઇ કનેક્ટિવિટીની પણ સુવિધા આપવામાં આવી છે.   

સેમસંગનો એલઇડી બેકલિટ પેનલ
40 ઇંચવાળા Thomson smart TV એંડ્રોઇડ 5.1.1 લોલીપોપ પર રન કરે છે. કંપનીએ તેમાં સેમસંગની એલઇડી બેકલિસ્ટ પેનલનો ઉપયોગ કર્યો છે. તેના વિશે પણ કંપનીનો દાવો છે કે તેનો 178 ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ છે. આ સ્માર્ટટીવીમાં 8 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ છે. 10 વોટના સ્પીકર, મલ્ટીપલ પોર્ટ, હેડફોન જેક અને એસડી કાર્ટ સ્લોટ માટે તેમાં જગ્યા છે. વાઇ-ફાઇ કનેક્ટિવિટીવાળા આ ટીવીની કિંમત 19,900 રૂપિયા છે. 

આ પ્રકારે Thomson ના 32 વાળા સ્માર્ટ TV માં પણ કંપનીએ સેમસંગની એલઇડી બેકલિટ પેનલ આપવામાં આવી છે. આ કંપનીના ત્રણેય સ્માર્ટ ટીવીમાં સૌથી સસ્તુ ટીવી છે. આ એડ્રોંઇડ 5.1.1 લોલીપોપ પર રન કરે છે. તેમાં મલ્ટીપલ પોર્ટ સાથે હેડફોન જેક, એસડી કાર્ડ સ્લોટ અને વાઇ-ફાઇ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવી છે. કંપનીની તરફથી બજારમાં 13,490 રૂપિયામાં પુરી પાડવામાં આવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news