WhatsApp ડીલેટ મેસેજ ફીચરમાં સામે આવી ખામી, શું તમને ખબર પડી ?

વોટ્સએપ સતત તેના ફીચર્સમાં ફેરફાર કરતું રહે છે. વોટ્સએપે થોડા સમય પહેલા ડીલેટ ફોર એવરીવન નામથી મેસેજ ડીલેટ કરવાની સુવિધા આપી હતી. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 07:02 PM IST
 WhatsApp ડીલેટ મેસેજ ફીચરમાં સામે આવી ખામી, શું તમને ખબર પડી ?
વોટ્સએપમાં મેસેજ 7 મિનિટ નહીં પરંતુ 7 દિવસની અંદર ડીલેટ કરી શકો છો.

નવી દિલ્હીઃ વોટ્સએપ સતત પોતાના પોતાના ફીચર્સમાં ફેરફાર કરતું રહે છે. વોટ્સએપે થોડા દિવસ પહેલા ડ઼િલીટ ફોર એવરીવન નામથી મેસેજ ડીલેટ કરવાની સુવિધા આપી હતી. પરંતુ આ સુવિધામાં મોટી ખામી સામે આવી છે. વોટ્સએપના નવા ફીચર પ્રમાણે યુઝર્સ 7 મિનિટ બાદ વોટ્સએપ પર મોકલેલો મેસેજ ડીલેટ કરી શકે છે, પરંતુ આ સાચે આવું છે, જી હા તેને લઈને એક ખામીનો ખુલાસો થયો છે. 

આ ખામી આવી સામે
વોટ્સએપના નવા ફીચર આવ્યા બાદ એક સ્પેનિશ બ્લોગે તેમાંથી ખામી શોધી કાઢી છે. સ્પેનિશ બ્લોગ પ્રમાણે, યુઝર્સ ઈચ્છે તો 7 મિનિટ બાદ પણ મોકલેલા મેસેજને ડીલેટ કરી શકે છે. 

7 દિવસની અંદર ડીલેટ થશે મેસેજ
વોટ્સએપની ખામી જણાવનારા એન્ડ્રોફ જેફે પ્રમાણે, આ ખામી પર્સનલ અને ગ્રુપ બંન્ને માટે છે. તેના જણાવ્યા પ્રમાણે વોટ્સએપમાં કોઈપણ મેસેજ 7 મિનિટ નહીં પણ સાત દિવસની અંદર ડીલેટ કરી શકાય છે. 

મોબાઈલ ડેટાનો થશે ઉપયોગ
એન્ડ્રાફ પ્રમાણે, તે માટે તમે સૌથી પહેલા વાઇફાઈ ઓફ કરી દો અને મોબાઇલ ડેટા ઓન કરો. તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જઈને વોટ્સએપ પર ક્લિક કરો. સેટિંગ્સમાં જઈને વોટ્સએપ ફોર્સ સ્ટોપ કરવાનો વિકલ્પ દેખાશે. તે વિકલ્પને પસંદ કરીને ફોર્સ સ્ટોપ કરો. 

આમ થશે મેસેજ ડીલેટ
સ્ટોપ કર્યા બાદ ફોનના ડેટ અને ટાઇમના સેટિંગ્સમાં જઈને તમે તે દિવસને પસંદ કરો જે દિવસે કોઈને મોકલેલો મેસેજ તમે ડીલેટ કરવા ઈચ્છો છો. હવે પરત વોટ્સએપના સેટિંગ્સમાં જઈને તે મેસેજને દબાવો અને પછી ડીલેટ ફોર એવરીવનનો વિકલ્પ પસંદ કરો. આ રીતે 7 દિવસની અંદર મોકલેલો મેસેજ ડીલેટ થઈ જશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close