વેલેન્ટાઇન્સ ડેનાં દિવસે ગર્લફ્રેન્ડને આપો iphone માત્ર 15 હજારમાં, જાણો કઇ રીતે

પોતાનાં પ્રિય વ્યક્તિને આઇફોન કે આઇપેડની ગીફ્ટ આપવા ઇચ્છતા હો તો એપ્પલ આપી રહીને મોટી છુટ

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 9, 2018, 04:32 PM IST
વેલેન્ટાઇન્સ ડેનાં દિવસે ગર્લફ્રેન્ડને આપો iphone માત્ર 15 હજારમાં, જાણો કઇ રીતે

અમદાવાદ : વેલેન્ટાઇન ડેને હવે બસ થોડા દિવસોની જ વાર છે અને તમે જો તમારા પાર્ટનરને એપ્પલ ડિવાઇસનું સરપ્રાઇઝ આપવા માંગો છો તો તમારા માટે આ સારી તક છે.  એચડીએફસી બેન્ક એપ્પલ આઇફોન અને આઇપેનાં કેટલાક મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. રસપ્રદ બાબત છે કે આ ઓફરનો ફાયદો તમે માત્ર ઓનલાઇન સ્ટોર્સ પરથી જ ઉઠાવી શકો છો. એટલે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી વેબસાઇટ પર આ સુવિધા નહી મળી શકે. તમારે એપ્પલનાં સ્ટોર પરથી જ આ સેવા લેવી પડશે.

ગ્રાહક એપ્પલનાં ઓથોરાઇઝ્ડ સ્ટોર્સ પર જઇને એચડીએફસીનાં કાર્ડની મદદથી 10 હજાર રૂપિયા સુધીનું કેશબેકનો આનંદ ઉઠાવી શખે છે. આ ઓફર EMI ટ્રાન્ઝેક્શન પર જ ઉપલબ્ધ છે. એપ્પલ સ્ટોર્સ પર  iPad Mini 4 અને iPad Pro પર 10,000  રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવેલ આઇફોનની તો  iPhone 6 અને iPhone SE પર 7 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓફર 14 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ છે.

9.7 ઇન્ચ, 32 જીબી વાળું આઇપેડ હાલ 25 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યું ચે, એવામાં 10 હજાર રૂપિયાનું કેશબેક બાદ તે તમને 15 હજાર રૂપિયામાં પડશે. . વાત કરવામાં આવે તો આઇફોનની તો Iphone SEની કિંમત 22 હજાર રૂપિયા છે જે કેશબેક બાદ તમને 15 હજાર રૂપિયામાં જ મળી જશે. આ પ્રકારે iphone 6ને પણ તમે માત્ર 20 હજાર રૂપિયામાં લઇ શકો છો. જો તમે આ ડિવાઇસ ઓનલાઇન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સારી એક્સચેન્જ અને EMI ઓફર્સનો ફાયદો પણ ઉઠાવી શકો છો.

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close