Vivoનો લેટેસ્ટ હાઇટેક ફોન થયો જબરદસ્ત સસ્તો. એક મહિના પહેલાં જ થયો હતો લોન્ચ

વીવો V7ની સૌથી મોટી ખાસિયત એનો કેમેરો છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 2, 2018, 02:01 PM IST
Vivoનો લેટેસ્ટ હાઇટેક ફોન થયો જબરદસ્ત સસ્તો. એક મહિના પહેલાં જ થયો હતો લોન્ચ

નવી દિલ્હી : ચીનની ઉત્પાદક કંપની વીવોના સ્માર્ટફોન સૌથી વધારે લોકપ્રિય બન્યા છે. જો તમે આ કંપનીના ફોન લેવા ઇચ્છતા હો તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ વીવો V7ની કિંમત ઘટાડી દીધી છે. આ ફોનને 18,990 રૂ.માં લોન્ચ કરવામાં આવ્યો હતો પણ હવે એની કિંમત ઘટીને 16,990 રૂ. થઈ ગઈ છે. વીવો V7ની નવી કિંમત ઓનલાઇન સાથે ઓફલાઇન સ્ટોર્સ પર પણ લાગુ પડશે. જોકે વીવોએ Vivo V7+ની કિંમતમાં કોઈ ઘટાડો નથી કર્યો અને આ ફોન હાલમાં પણ  21,900 રૂ.માં મળી રહ્યો છે. 

કેમેરો છે સ્માર્ટફોનની ખાસિયત 
વીવો V7ની સૌથી મોટી ખાસિયત એનો કેમેરો છે. V7માં 24MPનો સેલ્ફી કેમેરો દેવામાં આવ્યો છે જેમાં પોટ્રેટ મોડ છે. આ ફોનના સેલ્ફી કેમેરામાં LED ફ્લેશ પણ દેવામાં આવી છે જેના કારણે ઓછી લાઇટમાં પણ શાનદાર તસવીરો ક્લિક થાય છે. આ ફોનમાં 16MPનો રિયર કેમેરો છે. આ ફોનમાં ફેસ અનલોક ફિચર પણ ઉપલબ્ધ છે. 

ફોનના બીજા ખાસ ફિચર્સ 

  • ફોનમાં 5.7 ઇંચનો ડિસ્પ્લે જેનું રેઝોલ્યુશન 1440x720 પિક્સેલ 
  • ફોનમાં 4GB રેમ અને 32GBની ઇન્ટરનલ મેમરી, માઇક્રો એસડી કાર્ડથી એને વધારીને કરી શકાય છે 256GB સુધી 
  • ફોનમાં કોલકોમનું ઓક્ટાકોર પ્રોસેસર
  • ફોનની પાછળ ફિંગરપ્રિન્ટ સ્કેનર 
  • 3000mAhની બેટરી જે સપોર્ટ કરે ફાસ્ટ ચાર્જિંગને 
  • ફોન 7.1 નોગટ પર કામ કરે છે

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close