whatsapp અફવા ફેલાવવી પડશે ભારે, આવી રહ્યું છે ખોટા મેસેજ પકડવાવાળું ફીચર

વોટ્સએપ અફવા અને વાયરલ થતા ખોટા સંદેશા વચ્ચે રોકવાની વ્યવસ્થા કરી રહ્યું છે. 

 

 whatsapp અફવા ફેલાવવી પડશે ભારે, આવી રહ્યું છે ખોટા મેસેજ પકડવાવાળું ફીચર

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અફવા અને ખોટી સૂચના વાયરલ થવી કેટલી ઘાતક થઈ શકે છે તેનું ઉદાહરણ હાલમાં ભારત બંધ દરમિયાન અડધા ડઝન રાજ્યોમાં ભડકેલી હિંસા છે. પરંતુ સારી વાત તે છે કે હવે વોટ્સએપ પર જો કોઈ મેસેજ વધુ વખત ફોરવર્ડ થશે તો પકડાઈ જશો. વોટ્સએપે આ તૈયારી શરૂ કરી દીધી છે. તે એવું ફીચર લાવી રહ્યું છે જેનાથી અફવા અને વાયરલ થતા સંદેશા વચ્ચે રોકી શકાશે. આ નવા ફીચર વિશે વોટ્સએપે કહ્યું કે, જો કોઈ સંદેશો 25થી વધુ વખત અન્ય લોકોને મોકલવામાં આવે છે તો તેને મોકલનાર અને સંદેશામાં શું લખ્યું છે તે પકડમાં આવી જશે. આ ફીચર ફોન પર આવા સંદેશાને રોકશે તેની સાથે મોબાઇલને હેકિંગ કે ડેટા ચોરીથી પણ બચાવશે. 

સંદેશમાં નોંધ થશે કેટલીવાર મોકલાયો
વોટ્સએપ આ ફીચર પર ઝડપથી કામ કરી રહ્યું છે. તેના પ્રમાણે કોઈપણ તેવો સંદેશ જે ઘણા ગ્રુપોમાં મોકલવામાં આવે છે, તેનાથી તેનું ટ્રેકિંગ થઈ શકશે. આવા સંદેશા વધુ વાર ફોરવર્ડ કરવાથી તેની સાતે ફોરવર્ડેડ મેની ટાઇમ્સનું હેડિંગ જોડાઈ જશે. જો કોઈ સંદિગ્ધ મેસેજ ફોરવર્ડ કરવા ઈચ્છશે તો તે ચેતવણી પણ આપશે. આ સાથે તે પણ મેસેજ આવશે કે જે સંદેશો તમે આગળ વધારવા ઈચ્છો છો તેને ઘણા લોકો શેર કરી ચુક્યા છે. બીજીતરફ નિષ્ણાંતો મંતવ્ય આવે છે કે વોટ્સએપ કે સોશિયલ સાઇટ પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેની ગંભીરતા વિશે અંદાજ મેળવી લેવો જોઈએ. તેવા જ સંદેશા ફોરવર્ડ કરવા જોઈએ જે બીજાની ભાવનાને ઠેસ ન પહોંચાડે, તથ્ય હોય તે જ વાત શેર કરવી જોઈએ. 

કેમ પડી જરૂર
ગત દિવસોમાં તેવી અરાજકતા ફેલાવનારી ઘટનાઓ થઈ છે, તેમાંથી તે વાત સામે આવી કે તેનું કારણ સોશિયલ મીડિયાના વાયરલ મેસેજ રહ્યાં. જેને વાંચીને લોકો હિંસક કે આક્રોશિત થઈ ગયા. આવી ઘટનાઓ ભારત બંધ હતું ત્યારે ઘટી હતી. પ્રથમ દિવસે જ્યારે સરકારને ખબર પડી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશાથી ઘણા રાજ્યોમાં હિંસા ભડકી ગઈ છે. તો બીજી ક્ષણે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પ્રભાવિત વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી જેથી હિંસા ફેલતી રોકાઈ શકે. થોડા દિવસ પહેલા એક મેસેજ વાયરલ થયો હતો કે, એપ્રિલમાં ભૂકંપ આવશે જેનાતી એનસીઆરને વધુ નુકસાન થશે. પરંતુ આવી કોઈ દુર્ઘટના સર્જાય નથી. આવા ખોટા ફોરવર્ડ કરેલા સંદેશા લોકોને નુકસાન પહોંચાડે છે. આ ફીચર આવી ઘટનાઓ રોકવા માટે લાવવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news