Xiaomi સ્માર્ટફોનની કિંમતમાં લોન્ચ કર્યા સ્માર્ટ TV

ચાઇનીઝ મોબાઇલ ઉત્પાદન કંપની શાઓમી  (Xiaomi)એ સ્માર્ટફોન માર્કેટમાં પકડ મજબુક કર્યા બાદ ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. આ પહેલા પણ કંપની 55 ઇંચના 4 ટીવી લોન્ચ કરી ચુકી છે. 

Xiaomi સ્માર્ટફોનની કિંમતમાં લોન્ચ કર્યા સ્માર્ટ TV

નવી દિલ્હીઃ ચાઇનીઝ મોબાઇલ ઉત્પાદન કંપની શાઓમી  (Xiaomi)એ સ્માર્ટફોન માર્કેટમાં પકડ મજબુક કર્યા બાદ ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. આ પહેલા પણ કંપની 55 ઇંચના 4 ટીવી લોન્ચ કરી ચુકી છે. આ વખતે કંપનીએ 43 ઇંચ અને 32 ઇંચવાળા Mi TV 4A લોન્ચ કર્યા છે. આ બંન્ને મોડલ કંપનીએ ભારતીય માર્કેટ મુજબ લોન્ચ કર્યા છે. તેમાં AI બેસ્ટ પૈચવોલ  UI આપવામાં આવ્યું છે. કંપની તરફથી લોન્ચ ઓફરમાં 32 ઇંચ ટીવીની કિંમત 13,999 રૂપિયા અને 43 ઇંચ મોડલની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે. 

પાંચ લાખ કલાકનું ફ્રી ઈન્ટરનેટ
Mi.com પર જો તમે આ ટીવીનની કિંમત જોશો તો 43 ઇંચના ટીવીની કિંમત 24,999 રૂપિયા અને 32 ઇંચના ટીવીની કિંમત 14,999 રૂપિયા જોવા મળશે. લોન્ચ ઓફર મુજબ તમને જીયોફાઇ 4જી હોટસ્પોટ ડિવાઇસની સાથે 2200 રૂપિયા કેશબેક મળશે. બંન્ને ટીવીમાં પાચ લાક કલાકનું કન્ટેન્ટ આપવામાં આવ્યું છે, જેમાં 80 ટકા ફ્રી કન્ટેન્ટ છે. હોટ સ્ટાર, વૂટ, વૂટ કિડ્સ, સોની લિવ, હંગામા પ્લે, જી5, સન નેક્સટ, એએલટી બાલાજી, બ્યૂ, ટીવીએફ અને ફિલ્ક્સ ટ્રી કંપની કન્ટેન્ટ પાર્ટનર છે. આ બંન્ને ટીવી તમે સપ્તાહમાં બે વખત મંગળવાર અને શુક્રવારે મી. ડોટ કોમ, ફ્લિપકાર્ટ અને મી હોમ સ્ટોરમાંથી ખરીદી શકો છો. 

Mi TV 4A 43 ઇંચનું સ્પેસિફિકેશન
શાઓમીના 43 ઇંચવાલા Mi TV 4A માં 1920x1080 પિક્સલ રિઝોલ્યુશનવાળી ફૂલ એચડી ડિસ્પ્લે છે. તેનો વ્યૂઇઝ એન્ગલ 178 ડિગ્રી છે. ટીવીમાં એમલોજિક ટી 962 પ્રોસેસરની સાથે 450 એમપી5 ડીપીયૂ આપવામાં આવ્યું છે. 8 જીબી સ્ટોરેજવાળા આ સ્માર્ટ ટીવીમાં 1 જીબી રેમ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇફાઇ, ત્રણ એચડીએમઆઈ અને હેડફોન જેક આપવામાં આવ્યો છે. સ્માર્ટ ટીવીમાં ઓડિયોને ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે, 11 બટનની સાથે આવનારા એમઆઈ રિમોટનો ઉપયોગ ટીવીની સાથે સેટટોપ બોક્સને કન્ટ્રોલ કરવા માટે પણ કરી શકાય છે. 

Mi TV 4A 32 ઇંચનું સ્પેસિફિકેશન
શાઓમીના 32 ઇંચવાલા Mi TV 4A માં 1366x768 પિક્સલ રિઝોલ્યુશનવાળી ડિસ્પ્લે છે. તેનો એન્ગલ વ્યૂ 178 ડિગ્રી છે. ટીવીમાં 4 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ અને 1 જીબી રેમ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ટીવીમાં વાઇ-ફાઇ 802.11, બે એચડીએમઆઈ પોર્ટ, યૂએસબી 2.0 પોર્ટ અને એક એન્ટિના પોર્ટ આપવામાં આવ્યું છે. ટીવીમાં બે 5 વોટનું સ્પીકર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news