બ્રાઝિલમાં શરૂ થયો Rio Carnival, જશ્નમાં ડૂબ્યા લોકો, ઈકોનોમીને થશે 72000 કરોડનો ફાયદો

રિયો કાર્નિવલના 100 વર્ષ પુરા થતા જશ્નમાં ડૂબ્યું બ્રાઝિલ  

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 05:08 PM IST
  બ્રાઝિલમાં શરૂ થયો  Rio Carnival, જશ્નમાં ડૂબ્યા લોકો, ઈકોનોમીને થશે 72000 કરોડનો ફાયદો
રિયો કાર્નિવલ 2018ની એક ઝલક

રિયો ડી જેનેરિયોઃ બ્રાઝિલમાં 5 દિવસીય રિયો કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. આ દરમિયાન રોડ પર ભીડ જોવા મળી રહી છે.બ્રાઝિલની રાજધાની રિયો ડી જેનેરિયો જશ્નમાં ડૂબી ગયું છે. આ જશ્નમાં સામેલ થવા માટે 4 લાખ વિદેશી પ્રવાસીઓ સહિત 12 લાખ લોકો ભેગા થયા છે. પર્યટકોનો આવવાનો પ્રવાહ હજુ પણ ચાલુ છે. આ કાર્નિવલથી બ્રાઝિલની ઈકોનોમીને 72 હજાર કરોડથી વધુનો લાભ થવાની આશા છે, જે 2017 કરતા બે ગણી છે. 

રિયો કાર્નિવલ 2018માં બ્રાઝિલનું પારંપારિક ડાન્સ પ્રદર્શન

Rio Carnival 2018

રિયોના બ્લોકો સ્ટ્રીટ પર રવિવારે કાઢવામાં આવેલી સાંબા પરેડને 100 વર્ષ પુરા થઈ ગયા છે. આ પરેડમાં 450થી વધુ બેન્ડ સામેલ થયા હતા. બેન્ડની ધૂન પર હજારો લોકોએ રિયોના રસ્તાઓ પર ડાન્સ કર્યો હતો. પર્યટન એજન્સીએ જણાવ્યા પ્રમાણે આ વર્ષે સાંબા પરેડમાં 15 લાખ લોકોને સામેલ થવાની આશા છે જે ગત વર્ષ કરતા 50 ટકા વધારે છે. રિયો કાર્નિવલને કારણે રિયોની તમામ હોટલ અને ફ્લાઇટ્સ ડિસે્મ્બરમાં જ બુક થઈ ગયા છે. 

Rio Carnival 2018

રિયો કાર્નિવલ 2018માં સાંબા ડાન્સનું પ્રદર્શન

સાંબા પરેડનો યાદગાર ઈતિસાહ છે. આ પરેડની શરૂઆત બ્રાઝિલ સિવાય પોર્ટૂગલ અને સ્થાનીક આફ્રિકી સંસ્કૃતિના પ્રદર્શન માટે થી હતી. સંસ્કૃતિ અને પરંપરાના પ્રદર્શન સિવાય પરેડને લઈને બીજી માન્યતા પણ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી જે ઈશ્વરનું બહુમૂલ્ય વરદાન છે તે માટે ઈશ્વરનો આભાર માનવા માટે આ પરેડનું આયોજન કરવામાં આવે છે. 

Rio Carnival 2018

રિયો કાર્નિવલની એક ઝલક
આ વર્ષે સાંબા પરેડમાં સામેલ તમામ ગ્રુપ્સે લૈંગિક સમાનતા (Gender equality) અને યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ રાજનીતિક અને સામાજીક મુદ્દાની ઝકલ આ વર્ષે કાર્નિવલમાંથી ગાયબ રહી હતી. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close