7 વર્ષના ટેણિયાએ YouTube પર કરી એવી કમાણી કે ફોર્બ્સને પણ યાદીમાં નામ સામેલ કરવું પડ્યું

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, રેયાન YouTubeમાંથી સૌથી વધુ કમાણી કરનારો સ્ટાર છે. પોતાની યુટ્યુબચેનલ Ryan Toys Review દ્વારા આ 7 વર્ષના છોકરાએ એક વર્ષમાં રૂ.155 કરોડની કમાણી કરી છે 

Yunus Saiyed - | Updated: Dec 4, 2018, 10:00 PM IST
7 વર્ષના ટેણિયાએ YouTube પર કરી એવી કમાણી કે ફોર્બ્સને પણ યાદીમાં નામ સામેલ કરવું પડ્યું

નવી દિલ્હીઃ જરા વિચારો, તમે 7 વર્ષના હતા ત્યારે શું કરતા હતા? એ જ કામ, સ્કૂલે જવાનું, હોમવર્ક કરવાનું અને રમવાનું. થોડા મોટા થયા હશો એટલે કેટલાક શોખમાં પરિવર્તન આવ્યું હશે અને ટીવી જોયું હશે તથા આઉટડોર ગેમ રમી હશે. અહીં એક એવા બાળક વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ, જે Forbes અનુસાર સૌથી વધુ કમાણી કરનારો YouTube સ્ટાર છે. આ બાળકનું નામ છે રેયાન. તેની Ryan Toys Review નામની એક YouTube ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ દ્વારા માત્ર 7 વર્ષનાઆ ટેણિયાએ 22 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.155 કરોડની કમાણી કરી છે. 

1.70 કરોડ સબ્સ્ક્રાઈબર્સ છે રેયાનની ચેનલના 
રેયાનની YouTube ચેનલના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા સાંભળીને જ તમારી આંખો પહોળી થઈ જશે. જી હા, રેયાનની યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 1.70 કરોડ છે. તમે વિચારતા હશો કે, ચેનલ ઉપર આ બાળક એવું તે શું બતાવતો હશે કે તેના આટલા બધા સબ્સ્ક્રાઈબર્સ છે. રેયાન પોતાની આ ચેનલ પર રમકડાંથી રમે છે અને તેને અનબોક્સ કરતા વીડિયો અપલોડ કરે છે. રેયાન આ બધા જ કામ કેમેરાની સામે કરે છે. 

એક વ્યક્તિ તેના તમામ વીડિયો શૂટ કરે ચે અને તેને YouTube પર અપલોડ કરે છે. આમ તેના કરોડો પ્રશંસકો બન્યા છે. Forbesના અનુસાર પોતાની ચેનલના વ્યૂઝ અને તેના ઉપર આવતી જાહેરાતની મદદથી રેયાને આટલી બધી કમાણી કરી છે. 

ક્યાં-ક્યાંથી થાય છે રેયાનની કમાણી
રેયાનની બીજી એક ચેનલ પણ છે Ryan's Family Review. તમે વિચારતા હશો કે માત્ર YouTube ચેનલ ચલાવાથી કંઈ આટલી બધી કમાણી થોડી થતી હશે. તો તમે ખોટા છો. Ryav Toys Review ચેનલ પર આવતી પ્રી-રોલ જાહેરાતો દ્વારા તે 21 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.147 કરોડની કમાણી કરે છે. સ્પોન્સર્ડ જાહેરાતો દ્વારા તે 1 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.8 કરોડની કમાણી કરે છે. 

દુનિયાના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો...

Forbesના જણાવ્યા અનુસાર, રેયાનના સૌથી વધુ જોવામાં આવેલા વીડિયોમાં તેના ડિઝની ટોય્ઝ અને પાવ પેટ્રોલ સાથે રમવાના વીડિયોનો સમાવેશ થાય છે. આ વીડિયોને 1 કરોડથી વધુ વખત બાળકો જોઈ ચૂક્યા છે. Forbesની યાદી અનુસાર YouTube પરથી સૌથી વધુ કમાણી કરનારા લોકોમાં આ વર્ષે જેક પોલ, ડ્યુડ પરફેક્ટ, ડેન ટીડીએમ અને જેફ્રી સ્ટારનો સમાવેશ થાય છે. 

ગુજરાતના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close