OMG! બ્રિટનમાં આ પોપટે કર્યું એવું કામ, જોઈને લોકો ચક્કર ખાઈ ગયા

પોપટ એક એવું પક્ષી છે જે કોઈ પણ મનુષ્યનો અવાજ ખુબ સરળતાથી કાઢી શકે છે. નકલ કરી શકે છે.

OMG! બ્રિટનમાં આ પોપટે કર્યું એવું કામ, જોઈને લોકો ચક્કર ખાઈ ગયા

નવી દિલ્હી: પોપટ એક એવું પક્ષી છે જે કોઈ પણ મનુષ્યનો અવાજ ખુબ સરળતાથી કાઢી શકે છે. નકલ કરી શકે છે. જો કે બ્રિટનમાં તો એક પોપટે એવું કામ કર્યું કે લોકો સ્તબ્ધ થઈ ગયાં. એક ગ્રે પોપટે ઓનલાઈન ઓર્ડર આપીને લોકોને ચોંકાવી દીધા. ટેક્નોલોજીને પોપટે એટલું સારી રીતે સમજીને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની મદદથી આઈસ્ક્રિમ ઉપરાંત ફળ, શાકભાજી વગેરેના ઓર્ડર આપી દીધા કે લોકો ચક્કર જ ખાઈ ગયાં. એલેક્સા એમેઝોન કંપનીના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનું નામ છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પોપટે સ્માાર્ટ સ્પીકર એલેક્સાની મદદથી માલિકણના જ અવાજમાં વાતચીત કરીને અલગ અલગ સમાનનો ઓનલાઈન ઓર્ડર આપ્યો. રોકો નામના આ આફ્રિકન ગ્રે પોપટે એમેઝોન પર આઈસ્ક્રિમથી લઈને તરબૂચ, સૂકા મેવા અને બ્રોકલીનો પણ ઓર્ડર આપ્યો. એટલું જ નહીં તેની માલિકણના અવાજમાં તેણે ફરી ઓર્ડર કર્યો અને ફરીથી લાઈટ  બલ્બ અને પતંગ પણ મંગાવ્યાં. 

પોપટે માલિકણ મેરિયનને જણાવ્યું કે આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમણે એમેઝોન શોપિંગ ઓર્ડરની યાદી જોઈ. લિસ્ટમાં એ સામાન હતો જે તેમણે ઓર્ડર કર્યો જ નહતો. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ રોકો નામનો આ પોપટ પહેલા બર્કશાયર સ્થિત નેશનલ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ સેન્ચ્યુરીમાં રહેતો હતો. ત્યાં ખુબ બકબક કરવાના કારણે તેને ત્યાંથી કાઢી મૂકાયો હતો. 

નેશનલ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ સેન્ચ્યુરી (એનએડબલ્યુટી)માં કામ કરતી મેરિયન તેને પોતાના ઘરે લઈ આવી અને જોત જોતામાં તો તે બધુ શીખી ગયો. પોપટની આ હરકત હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news