કબરમાંથી ગાયબ થઇ ''તાનાશાહ'' સદ્દામ હુસૈનની ડેડબોડી!!!

ઇરાકના પૂર્વા તાનાશાહ સદ્દામ હુસૈનને તેમના પૈતૃક ગામ અલ-અજવામાં દફનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમના અવશેષ નથી. સદ્દામની જ્યાં કબર હતી ત્યાં તૂટેલા ક્રાંકિટ અને કાંટાદાર તાર સિવાય બીજું કંઇ રહ્યું નથી. 

કબરમાંથી ગાયબ થઇ ''તાનાશાહ'' સદ્દામ હુસૈનની ડેડબોડી!!!

અલ-અવજા: ઇરાકના પૂર્વા તાનાશાહ સદ્દામ હુસૈનને તેમના પૈતૃક ગામ અલ-અજવામાં દફનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમના અવશેષ નથી. સદ્દામની જ્યાં કબર હતી ત્યાં તૂટેલા ક્રાંકિટ અને કાંટાદાર તાર સિવાય બીજું કંઇ રહ્યું નથી. લગભગ બે દાયકા સુધી ઇરાકની સત્તાને પોતાના દમ પર ચલાવનાર સદ્દામ હુસૈનને 30 ડિસેમ્બર 2006ના રોજ દફનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ લાંબા સમય સુધી અત્યાચારનો ભોગ થઇ રહેલા બહુસંખ્યક શિયા સમુદાયમાં ખુશીનો માહોલ હતો અને આ એક પ્રકારે સદ્દામને ચાહનાર સુન્નીનું અપમાન અથવા નિરાદરનું પણ પ્રતિક હતું. 

અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશે અંગત નિર્ણય લીધો હતો કે તાનાશાહના શરીરને અમેરિકી સૈન્ય હેલિકોપ્ટરના માધ્યમથી બદદાદના તિકરિતના ઉત્તરી શહેર નજીક અલ-અવજા લઇ જવામાં આવે, પરંતુ સવાલ અને શંકા એ છે કે દાયકા સુધી જે માણસના ભયે ઇરાકમાં હુકૂમત કરી તેમની કબરની આવી હાલત કેવી રીતે થઇ? શું તેમનું શરીર હજુ પણ અલ-અવજામાં છે અથવા પછી તેની ડેડબોડીને કબરમાંથી કાઢી લેવામાં આવી હતી અને જો આમ હોય તો ક્યાં લઇ જવામાં આવી? 

અલ્બૂ નાસેર સમુદાયના નેતા શેખ મનફ અલી અલ-નિદા જે સદ્દામ હુસૈનના વંશ સાથે જોડાયેલા છે, કહેવું છે કે સદ્દામને દફન કરી દેવામાં આવ્યો હતો. 69 વર્ષના સદ્દામને કબરમાં નાખતાં પહેલાં તેને દફનાવવામાં આવ્યો હતો, જેને ઘણા વર્ષો પછી જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ આ સ્થાન એક તીર્થસ્થળમાં બદલાઇ ગયું હતું, જ્યાં સદ્દામના સમર્થક અને સ્થાનિક સ્કૂલના બાળકો તેમના જન્મદિવસ (28 એપ્રિલ) પર એકઠા થાય છે. જોકે હવે આગંતુકોએ અહીં આવતાં પહેલાં વિશેષ પરવાનગી લેવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news