PMએ USનાં ઉપરાષ્ટ્રપતિને કહ્યું,વિશ્વના આતંકવાદી હૂમલાઓનું એક જ કેન્દ્ર

વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓનાં હમદર્દ પાકિસ્તાન પર એકવાર ફરીથી નિશાન સાધ્યું હતું

PMએ USનાં ઉપરાષ્ટ્રપતિને કહ્યું,વિશ્વના આતંકવાદી હૂમલાઓનું એક જ કેન્દ્ર

સિગાપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાને કહ્યું કે, વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદી હૂમલો થાય, તેનું જન્મ સ્થાન આખરે એક જ સ્થળ પર હોય છે. બુધવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાને સ્પષ્ટ રીતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમણે પેંસને કહ્યું કે, વિશ્વમાં થયેલા આતંકવાદી હૂમલામાં સુરાગ અને લીડ્સ એક જ સોર્સ અને પ્લેસ પર જઇને ખતમ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી તે અગાઉ પણ ઘણી વખત અલગ અલગ મંચો પર પાકિસ્તાનને આતંકવાદનું જન્મ સ્થળ કહી ચુક્યું છે. 

પૂર્વી એશિયા સમ્મેલન ઉપરાંત મોદીએ પેંસની સાથે પારસ્પરિક હિતના અને દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓને પણ ચૂંટણીમાં હિસ્સો લેવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. બેઠક બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારોને જણાવ્યું કે, આતંકવાદનાં મુદ્દે બંન્ને નેતાઓએ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પેસે આગામી 26 નવેમ્બરે મુંબઇ હૂમલાની 10મી વરસીનો ઉલ્લેખ કર્યો અને આતંકવાદની વિરુદ્ધ બંન્ને પક્ષોનાં સહયોગની પ્રશંસા કરી.અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ખાતે લશ્કર એ તોયબાનાં 10 આતંકવાદીઓએ મુંબઇ હૂમલો કર્યો હતો, જેમાં 166 લોકોનાં જીવ જતા રહ્યા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં 9 હૂમલા ખોરોને ઠાર કરવામાં આવ્યો અને એક આતંકવાદી અજમલ કસાબને જીવતી પકડી લેવામાં આવી હતી. કોર્ટ દ્વારા મોતની સજા ફટકાર્યા બાદ કસાબને ફાંસીએ લટકાવી દેવામાં આવી હતી. 

સમગ્ર વિશ્વ પર હૂમલામાં એક જ દેશનાં લોકોનો હાથ
વડાપ્રધાનમોદીએ કોઇ સંસ્થા અથવા દેશનું નામ લીધા વગર પેંસને યાદ અપાવ્યું કે, કોઇ પણ પ્રકારે જુઓ તો વૈશ્વિક આતંકવાદી હૂમલો સામે તેમાં તમામ સ્ત્રોત અને જન્મ સ્થળી એક જ સ્થાન પર છે. વિશ્વમાં થયેલા અનેક આતંકવાદી હૂમલા પાકિસ્તાન મુળનાં લોકોએ જ કર્યો છે. અમેરિકાનાં કેલિફોર્નિયામાં 2 ડિસેમ્બર 2015ના અંધાધુંધ ફાયરિંગમાં પાકિસ્તાન મુળનાં એક કપલે 14 લોકોનાં જીવ લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news