પેશાવરમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ, ANP નેતા સહિત 14 લોકોના મોત, 65 ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત વિસ્તારમાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા, જ્યારે 65 લોકોને ઇજા થઇ છે. ઘાયલોની પાસે લેડી રીડિંગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Jul 11, 2018, 10:30 AM IST
પેશાવરમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ, ANP નેતા સહિત 14 લોકોના મોત, 65 ઘાયલ
ફોટો સાભારઃ Reuters

પેશાવર: પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત વિસ્તારમાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા, જ્યારે 65 લોકોને ઇજા થઇ છે. ઘાયલોની પાસે લેડી રીડિંગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

તમને જણાવી દઇએ કે ચૂંટણી બેઠકમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના નેતા હારૂન બિલ્લૌર સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત નિપજ્યા છે. વિસ્ફોટ એએનપીના કાર્યકર્તા અને હારૂન બિલ્લૌર પાર્ટીની એક બેઠક દરમિયાન થયો હતો. જ્યારે આત્મઘાતી વિસ્ફોટ થયો બેઠકમાં 300થી વધુ લોકો હાજર હતા. 

આ વિસ્ફોટમાં હારૂન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને લેડી રીડિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિઅમ શ્વાસ લીધા હતા. બોમ્બ નિરોધક ટુકડી (બીડીએસ)એ પુષ્ટિ કરી હતી કે ઓછામાં ઓછા 12 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

તમને જણાવી દઇએ કે બિલ્લૌરના પિતા બશીર અહમદ બિલ્લૌર પણ 2012માં પેશાવરમાં પાર્ટીની એક બેઠક દરમિયાન તાલિબાન દ્વારા કરવામાં અવેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયા હતા.

ઇમરાન ખાને ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુખ
આ બ્લાસ્ટ પર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ ઇમરાન ખાને ટ્વિટ કરી કહ્યું કે 'હારૂન બિલ્લૌર અને અન્ય એએનપી કાર્યકર્તાઓના મોત વિશે જાણીને દુખ થયું. પેશાવરમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ચૂંટણી સભાઓ દરમિયાન બ્લાસ્ટની ઘટનાઓ પહેલાં પણ થઇ ચૂકી છે. ડિસેમ્બર 2007માં ચૂંટણી પ્રચાર દરમિયાન આવા જ એક બ્લાસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યા કરી દીધી હતી. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close