VIDEO: કોસ્ટા રિકામાં વિમાન દુર્ઘટનામાં 10 અમેરિકી નાગરિકો સહિત 12 લોકોના મોત

કોસ્ટા રિકામાં એક નાનુ પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમા સવાર તમામ 12 લોકોના મોત થયા છે.

Viral Raval Viral Raval | Updated: Jan 1, 2018, 12:03 PM IST
VIDEO: કોસ્ટા રિકામાં વિમાન દુર્ઘટનામાં 10 અમેરિકી નાગરિકો સહિત 12 લોકોના મોત

સાન જોન્સ: કોસ્ટા રિકામાં એક નાનુ પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમા સવાર તમામ 12 લોકોના મોત થયા છે. મૃતકોમાં 10 અમેરિકી નાગરિકો અને ચાલક દળના બે સભ્યો સામેલ છે. જનસુરક્ષા મંત્રાલયે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળની તસવીરો અને વીડિયો જારી કર્યો છે. 

આ દુર્ઘટના પશ્ચિમોત્તર કોસ્ટારિકાના ગુઆનાકાસ્ટામાં થઈ  છે. અધિકારીઓએ જણાવ્યું કે કાલે સાંજે તેમને એરલાઈન તરફથી યાત્રીઓની ફક્ત એક યાદી ઉપલબ્ધ કરાવાઈ હતી અને તેમની ઓળખની અધિકૃત પુષ્ટિની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. ન્યૂયોર્ક સિટીના પરામાં રહેતા એક પરિવારે જણાવ્યું કે મૃતકોમાંથી પાંચ અમેરિકી નાગરિકો રજાઓ ગાળવા માટે ગયા હતાં. 

આ નાગરિકોની ઓળખ બ્રુસ અને ઈરેને સ્ટેનબર્ગ તથા તેમના બાળકો મેથ્યુ, વિલિયમ અને જેચરી તરીકે થઈ છે. બ્રુસ સ્ટેનબર્ગની બહેન ટમાના સ્ટેનબર્ગે ફેસબુક પર લખીને જણાવ્યું છે કે અમે ખુબ આઘાતમાં છીએ અને અત્યારે હું નાસ્તિક થઈ ગઈ છું. તેમણે એનબીસી ન્યૂઝ સાથે એક મુલાકાતમાં પણ મોતની પુષ્ટિ કરી છે. આ વિમાન નેચર એરનું હતું.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close