ડોનાલ્ડ ટ્રમ્પનો આ 'પ્લાન' કરી દેશે ખુશ, ભારતના યુવાનોને જબરદસ્ત કમાણીની તક

બિઝનેસ અને અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહ આપવા અમેરિકા હવે મદદ કરશે ભારતને 

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 12, 2018, 12:34 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો આ 'પ્લાન' કરી દેશે ખુશ, ભારતના યુવાનોને જબરદસ્ત કમાણીની તક

નવી દિલ્હી : બિઝનેસ અને અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા હવે ભારતની મદદ કરશે. અમેરિકા તરફથી મળનારી આ મદદને કારણે યુવાઓેને ઉર્જા તો મળશે પણ સાથેસાથે રોજગારના અવસર પણ મળશે. વિશેષજ્ઞો માને છે કે આ પગલું ચોક્કસ સકારાત્મક છે. ભારતના યુવાનોને આનાથી મોટો ફાયદો થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રયાસથી ભારતના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના અભિયાનને ચોક્કસ ફાયદો થશે. 

સ્ટાર્ટઅપની મદદ કરશે અમેરિકા
અમેરિકા આ મદદ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કરશે. આમાં જણાવવામાં આવશે કે સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ. આ માટે અમેરિકન એમ્બસીએ દિલ્હીના અમેરિકન સેન્ટરમાં નેક્સસ સ્ટાર્ટઅપ હબ શરૂ કરવાનું એલાન કર્યું છે. દિલ્હીમાં સ્ટાર્ટ્અપ હબ શરૂ કરવાનો હેતુ અમેરિકાની શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ વ્યવસ્થાની જાણકારી આપવાનો તેમજ ભારતીય ઉદ્યોગસાહસિકો માટે અનુકૂળ માહોલ તૈયાર કરવાનો છે. હાલમાં 9 કંપની લોંગ ટર્મ ઇન્ક્યુબેશન માટે પસંદ કરવામાં આવી છે. 

મહિલાઓની મદદ કરશે અમેરિકા
યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને અમેરિન સેન્ટરે મળીને આ સ્ટાર્ટઅપ હબ તૈયાર કર્યું છે. અમેરિકા દ્વારા ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ ટ્રેઇનિંગ અને નેટવર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં એ મહિલાઓની પસંદગી કરવામાં આવશે જે ભારતીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે પણ નવો બિઝનેસ શરૂ કરવામાં રસ ધરાવે છે. સ્ટાર્ટઅપ માટે અમેરિકન વિદેશ વિભાગ તરફથી ગ્રાન્ટ પણ આપવામાં આવશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close