રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત દ્વારા જ આપવામાં આવ્યું હતું: ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ

કોંગ્રેસે કહ્યું કે,રાફેલું એક વિમાન 590 કરોડમાંથી 1690 કરોડ રૂપિયાનું કઇ રીતે થઇ ગયું તે અંગે પણ ઓલાંદ ફોડ પાડે

રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત દ્વારા જ આપવામાં આવ્યું હતું: ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ

નવી દિલ્હી : એક મહત્વપુર્ણ ઘટનાક્રમમાં ફ્રાન્સના મીડિયાનાં એક સમાચારમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના હવાલાથી કથિત રીતે કહેવામાં આવ્યું કે, 58,000 કરોડ રૂપિયાની રાફેલ યુદ્ધ વિમાન સોદામાં ભારત સરકારે રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિએશનનાં ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો અને ફ્રાંસની પાસે કોઇ વિકલ્પ નહોતો. 

અબજો ડોલરનાં આ સોદામાં ઓલાંદની આ ટીપ્પણી બાદ દેશમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલુ થઇ ગયા હતા. ઓલાંદની ટીપ્પણી આ મુદ્દે ભારત સરકારનાં વલણથી વિપરિત છે. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા શુક્રવારે સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિનાંઆ નિવેદનની ભારત સરકારે એક ખાસ સંસ્થાને રાફેલમાં દસોલ્ટ એવિએશનની ભાગીદાર બનવા માટે ભલામણ કરી, ની તપાસની પૃષ્ટી કરવામાં આવી રહી છે. પ્રવક્તાએ તેમ પણ જણાવ્યું કે, એકવાર ફરીથી આ વાતને જોર આપીને કહેવામાં આવી રહ્યું છે કે આ વાણિજ્યિક નિર્ણયમાં ન તો સરકાર અને ન તો ફ્રાંસની સરકારની કોઇ જ ભુમિકા હતી. 

રાફેલ નિર્માતા દસોલ્ટ એવિએશનનાં કરારનાં દાયીત્વોને પુરા કરવા માટે રિલાયન્સ ડિફેન્સને પોતાનાં ભાગીદાર પસંદ કર્યું હતું. સરકાર તેમ કહેતી રહે છે કે ઓફસેટ ભાગીદારીની પસંદગીમાં તેની કોઇ જ ભુમિકા નથી. 

કોંગ્રેસે નિશાન સાધ્યું
આ સમાચાર મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, સફેદ અસત્યનો પર્દાફાશ થયો. વડાપ્રધાને સાંઠગાંઠવાળા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે જાહેર ક્ષેત્રનાં સાહસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને 30 હજાર કરોડ રૂપિયાનાં ઓફસેટ કોન્ટ્રાક્ટથી દુર રાખ્યું. તેમાં મોદી સરકારની મિલિભગત અને કાવત્રાનો ખુલાસો થયો છે. તેમણે કહ્યું કે, હવે સફેદ અસત્ય પકડાઇ ચુક્યું છે. સ્પષ્ટ છે કે ચોકીદાર માત્ર ભાગીદાર જ નહી પરંતુ ગુનેગાર પણ છે. 

કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષમાં કહ્યું કે, ફ્રાંસ્વા ઓલાંદે તે પણ જણાવવું જોઇએ કે 2012માં જે વિમાન 590 કરોડ રૂપિયાનું હતું તે 2015માં 1690 કરોડ રૂપિયાનું કઇ રીતે થઇ ગયું. 1100 કરોડ રૂપિયાનો વધારો અચાનક માત્ર 3 વર્ષમાં કઇ રીતે થઇ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news