'આ' મામલે ટ્રમ્પ-પુતિન-જિનપિંગને PM મોદીએ આપી ધોબીપછાડ, વાંચો અહેવાલ

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ) વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક પહેલા ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ગેલપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના ત્રીજા સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યાં છે. 

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 11:17 AM IST
'આ' મામલે ટ્રમ્પ-પુતિન-જિનપિંગને PM મોદીએ આપી ધોબીપછાડ, વાંચો અહેવાલ
ફાઈલ તસવીર

નવી દિલ્હી: દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ) વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક પહેલા ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ગેલપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના ત્રીજા સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યાં છે. દુનિયાના 50 અલગ અલગ દેશોમાં થયેલા સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન તથા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ પાછળ છોડી દીધા છે. ગેલપ ઈન્ટરનેશનલે આ સર્વે માટે જે મેથોડોલોજીનો ઉપયોગ કર્યો તેમાં અલગ અલગ દેશોના કુલ 53769 લોકોએ પોતાના પ્રતિભાવ રજુ કર્યાં. 

આ લોકોના ઈન્ટરવ્યુ કરીને તેમને ગમતા પ્રતિભાવાન વ્યક્તિઓ અંગે પૂછવામાં આવ્યું હતું. સર્વેમાં પીએમ મોદીના પક્ષમાં 30 ટકા લોકોએ પોતાનો મત જાહેર કર્યો હતો. જ્યારે 22 ટકા લોકોએ તેમના વિપક્ષમાં મત જાહેર કર્યો હતો. જેને લઈને પીએમ મોદીને પસંદ અને નાપસંદનો સ્કોર +8 છે અને તેઓ ત્રીજા સ્થાને છે. 

પહેલા અને બીજા સ્થાને ફ્રાન્સ અને જર્મનીના રાષ્ટ્રપતિ
આ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અંકો સાથે ત્રીજા સ્થાને છે જ્યારે 7 અંકો સાથે ચોથા સ્થાને બ્રિટનના પીએમ થેરેસા મેરી મે છે. લિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 6 અંકો સાથે પાંચમા નંબરે છે. સર્વેમાં સૌથી વધારે 21 અંકો સાથે પહેલા નંબરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મકરોન છે. જ્યારે જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ પ્લસ 20 સ્કોર સાથે બીજા નંબરે છે. 

પુતિન છઠ્ઠા અને ટ્રમ્પ અગિયારમાં નંબરે
આ સર્વેમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન છઠ્ઠા સ્થાને, સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ્લાઝીઝ સાઉ સાતમા નંબરે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આઠમાં સ્થાને રખાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 11માં સ્થાને છે. પોપ ફ્રાન્સિસને પણ સર્વેમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. તેઓ ટોપ પર છે અને તેમને પ્લેસ 38 સ્કોર અપાયો છે.