ઈમરાન ખાન પર પૂર્વ પત્નીનો અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ, જાણીને સ્તબ્ધ થશો

શારીરિક શોષણના આરોપ બાદ હવે રહેમ ખાને તેના પૂર્વ પતિ ઈમરાન ખાન પર અત્યંત ગંભીર આરોપ મૂક્યો છે.

Viral Raval Viral Raval | Updated: Jun 13, 2018, 01:15 PM IST
ઈમરાન ખાન પર પૂર્વ પત્નીનો અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ, જાણીને સ્તબ્ધ થશો

ઈસ્લામાબાદ: શારીરિક શોષણના આરોપ બાદ હવે રહેમ ખાને તેના પૂર્વ પતિ ઈમરાન ખાન પર અત્યંત ગંભીર આરોપ મૂક્યો છે. તેણે પુસ્તકમાં દાવો કર્યો છે કે ઈમરાન ખાન ગે (સમલૈંગિક) છે અને તે તેની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના અનેક સભ્યો સાથે સંબંધ ધરાવે છે.

પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ રહેમે ખુલાસો કર્યો છે કે ઈમરાન પાકિસ્તાની એક્ટર હમઝા અલી અબ્બાસી અને પીટીઆઈ સભ્ય મુરાદ અઈદ સમલૈંગિક છે અને તેમના સંબંધો હતાં. જો કે હજુ સુધી આ અંગે ઈમરાન ખાન અને હમઝાએ કઈ પ્રતિભાવ આપ્યો નથી. પરંતુ સઈદે ટ્વિટર દ્વારા આ આરોપોને ફગાવ્યા છે.

સઈદે ટ્વિટ કરીને કહ્યું છે કે જે પણ કઈ ગંદુ મારા અંગે કે કોઈ બીજા અંગે લખાયું છે અને રહેમના આરોપો અંગે મારી પાસે કશું જ કહેવા માટે નથી. એ તો સ્પષ્ટ છે કે તે કોઈના હાથની કથપુતળી છે. રહેમે આ અગાઉ ઈમરાન ખાન પર તેમના લગ્ન પહેલા જ શારીરિક શોષણનો આરોપ  લગાવ્યો હતો.

રહેમના જણાવ્યાં મુજબ ઈમરાન ખાનને જ્યારે તે બીજીવાર મળી હતી અને વોક પર ગઈ હતી ત્યારે ઈમરાન ખાને તેની સાથે શારીરિક છેડછાડની કોશિશ કરી હતી. રહેમે કહ્યું હતું કે 'જ્યારે અમે સૈર પર ગયા તો ઈમરાને પોતાના રાજકારણ, બાળકો અંગે વાત કરી અને મેં વખાણ પણ કર્યાં. ત્યારબાદ અમે ભોજન કર્યું અને પછી તેમણે મારી સાથે છેડછાડ કરી. હું ડરી ગઈ અને વિચારવા લાગી કે આખરે હું અહીં કેમ આવી. મેં ઈમરાનને ધક્કો માર્યો.' ત્યારબાદ ઈમરાને કહ્યું કે 'હું જાણું છું કે તું એવી છોકરી નથી અને આથી જ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.' મેં કહ્યું કે 'તમે પાગલ થઈ ગયા છો. હું તમને જાણતી સુદ્ધા નથી અને તમે મારી સાથે લગ્નની વાત કરી રહ્યાં છો.'

અત્રે જણાવવાનું કે રહેમના પુસ્તકના કેટલાક ભાગ ઓનલાઈન લીક થયા છે અને ત્યારથી તે ખુબ ચર્ચામાં છે. રહેમે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ ઉપર પણ આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની સેક્સ્યુઅલ ફેન્ટસીઝને પૂરી કરવા માટે પત્નીનો ઉપયોગ કર્યો હતો. રહેમના જણાવ્યાં મુજબ વસીમે તેની સામે જ પત્નીને એક અશ્વેત માણસ સાથે સેક્સ કરવા માટે મજબુર કરી હતી.