ગ્લોબલ IP ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધર્યું: અમેરિકા પ્રથમ નંબર પર યથાવત્ત

ભારતમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં સંશોધન અને પેટન્ટ, કોપિરાઇટ સહિતની બાબતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે

ગ્લોબલ IP ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધર્યું: અમેરિકા પ્રથમ નંબર પર યથાવત્ત

નવી દિલ્હી :  દેશની બૌદ્ધિક સંપદામાં સુધારો થયો છે. ભારતનું પ્રદર્શન હાલનાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંગ (ગ્લોબલ આઇપી ઇન્ડેક્સ)માં સારો થયો છે અને ગત્ત વર્ષની તુલનાએ દેશને એક પોઇન્ટ સુધરીને 44માં સ્થાન પર પહોંચ્યું છે. અમેરિકાની ચેમ્બર ઓફ કોમર્સે એક રિપોર્ટ જાહેર કર્યો છે.જે પ્રમાણે બૌદ્ધિક રીતે સંપન્ન એવા 50 દેશોની યાદીમાં ભારતે 44મું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારતને 40 માંથી 12.03 પોઇન્ટ એટલે કે 30 ટકા પોઇન્ટ મળ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતને 35માંથી 8.75 એટલે કે 25 પોઇન્ટ મળ્યા હતા.આ અહેવાલ અનુસાર ભારતનું રેન્કિંગ સતત સુધરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોમ્પ્યુટર સંબંધી સંશોધનોના પેટન્ટ તેમજ રજીસ્ટ્રેશનમાં સુધારો થયો છે. જો કે આ યાદીમાં 37.98 પોઇન્ટ સાથે અમેરિકા પ્રથમ ક્રમાંકે, જ્યારે બ્રિટન 37.97 પોઇન્ટ સાથે બીજા સ્થાને, તેમજ 37.03 પોઇન્ટ સાથે સ્વીડન ત્રીજા સ્થાને છે. 

ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટમાં બૌદ્ધિક સંપદા માટેના અનુકૂલિત વાતાવરણ પ્રમાણે 40 પ્રમાણિત એકમો નક્કી કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપી રાઇટ ને ટ્રેડ સિક્રેડ પ્રોટેક્શન જેવી બાબતોમાં ભારતનું રેન્કિંગ સુધર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news