અમેરિકામાં ભારતીય દૂતાવાસની ટેલિફોન લાઇન હેક, કરી કરોડોની છેતરપિંડી

અમેરિકામાં છેતરપિંડોનો એક નવો કેસ સામે આવ્યો છે. તેમાં લોકોને ઠગવા માટે ભારતીય દૂતાવાસની ફોનલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો. મામલો પ્રકાશમાં આવતાં ભારતીય દૂતાવાસે અમેરિકી સરકારને એડવાઇઝરી જાહેર કરી તેના વિશે સતર્ક કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય દૂતાવાસની ટેલીફોન લાઇનને હેક કરી આ છેતરપિંડી કરવામાં આવી રહી છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 6, 2018, 09:03 AM IST
અમેરિકામાં ભારતીય દૂતાવાસની ટેલિફોન લાઇન હેક, કરી કરોડોની છેતરપિંડી

નવી દિલ્હી: અમેરિકામાં છેતરપિંડોનો એક નવો કેસ સામે આવ્યો છે. તેમાં લોકોને ઠગવા માટે ભારતીય દૂતાવાસની ફોનલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો. મામલો પ્રકાશમાં આવતાં ભારતીય દૂતાવાસે અમેરિકી સરકારને એડવાઇઝરી જાહેર કરી તેના વિશે સતર્ક કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય દૂતાવાસની ટેલીફોન લાઇનને હેક કરી આ છેતરપિંડી કરવામાં આવી રહી છે. 

ભારતીય દૂતાવાસ દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાક લોકોએ ટેલિફોનની લાઇન હેક કરી લીધી છે અને ઠગ લોકો ફોન કરીને તેમના ક્રેડિટ કાર્ડની જાણકારી લે છે. દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો ભારતીય મૂળના લોકોને ફોન કરીને તેમના પાસપોર્ટ અથવા વિઝામાં ગડબડી હોવાની વાત કરી લોકોને ડરાવે છે અને પછી તેમની પાસે કેટલીક ફી જમા કરાવીને આ ગરબડીને ઠીક કરવાની વાત કહે છે. જો કે ફોન ભારતીય દૂતાવાસમાંથી આવે છે એટલા માટે લોકો તેમની વાત પર વિશ્વાસ કરીને તેમની ફી માટે પોતાના ક્રેડિટ કાર્ડની જાણકારી શેર કરી દે છે. 

જાહેર કરી એડવાઇઝરી
ભારતીય દૂતાવાસે એડવાઝરી જાહેર કરતાં કહ્યું કે કોઇપણ દસ્તાવેજમાં ગરબડી થતાં દૂતાવાસનો કોઇપણ અધિકારી કોઇને ફોન કરતો નથી. ગરબડીની જાણકારી સંબંધિત વ્યક્તિને તેના ઇમેલ પર આપવામાં આવે છે અને તેને કાર્યલાયમાં બોલાવીને દસ્તાવેજોમાં ખામી વિશે જણાવવામાં આવે છે. 

ભારતીય દૂતાવસે કહ્યું હતું કે ગરબડી કરનાર લોકો ક્રેડિટ કાર્ડ વગેરે જેવી અંગત માહિતી પ્રાપ્ત કરે છે અથવા ભારતીય મૂળના લોકોને ફોન કરીને દાવો કરે છે કે તેમના પાસપોર્ટ, વિઝા ફોર્મ અથવા ઇમિગ્રેશન ફોર્મમાં ગરબડી છે જેને થોડી કિંમત ચૂકવી ઠીક કરાવી શકાય છે. તે એમપણ કહે છે કે આ ખામીઓને ઠીક નહી કરવામાં આવે તો તમારા વિઝા રદ થઇ શકે છે, અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે અથવા અમેરિકામાં જેલ પણ થઇ શકે છે.  

ઠગોએ લગાવ્યો કરોડોનો ચૂનો
ભારતીય દૂતાવાસે લોકોને અપીલ કરી છે કે તે આ પ્રકારના કોઇપણ ફોન કોલના પ્રલોભનમાં ન આવે અને પોતાની ખાનગી જાણકારીઓ શેર ન કરે. જાણકારી અનુસાર આ ઠગોની ચૂંગલમાં ફસાઇને ઘણા લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લાગી ચૂક્યો છે. આ વાતની ફરિયાદ લોકોએ ભારતીય દૂતાવાસમાં કરી. ફરિયાદ મળતાં ટેલિફોન લાઇન હેક થઇ હોવાની વાતની ખબર પડી છે. 

અમેરિકાનું વહિવટીતંત્ર સતર્ક
બીજી તરફ અમેરિકન વહિવટીતંત્રએ પણ કહ્યું કે તેમને ભારતીય દૂતાવાસ તરફથી આ પ્રકારની સૂચના મળી છે. તેમણે જણાવ્યું કે ટેલિફોન લાઇન હેક થવાની સૂચના તો મળતી રહે છે, પરંતુ કોઇ દૂતાવાસની લાઇન હેક થઇ હોય, આ પહેલો કિસ્સો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close