ઈન્ડોનેશિયાના લોમ્બૉક દ્વીપ પર આવ્યો 6.3ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાની નહી

લોમ્બૉકમાં જુલાઇ મહિનામાં જ આવેલા ભૂકંપે કર્યો હતો વિનાશ

ઈન્ડોનેશિયાના લોમ્બૉક દ્વીપ પર આવ્યો 6.3ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાની નહી

લોમ્બૉક: ઈન્ડોનેશિયાના લોમ્બૉક દ્વિપ પર રવિવારે 6.3ની તીવ્રતાઓ જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઇ પણ પ્રકારની જાનહાનીના અહેવાલ નથી મળી રહ્યા, આ પહેલા પણ અહિં જુલાઇ મહિનામાં આવેલા ભારે ભૂકંપમાં 460 લોકોના મોત થયા હતા. આ ભૂકંપની જાણકારી અમેરકાની ભૂગર્ભીય સર્વેક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.  

યુ.એસ.જી.એસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ લોમબૉકના બેલેંટિંગ શહેરના પશ્રિમ અને દક્ષિણ-પશ્રિમ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેનું કેન્દ્ર જમીનથી 7 કિલોમીટર ઉંડે હતું. સ્થાનિક નિવાસીઓએ  જણાવ્યુ કે લોમબૉકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  

આ પહેલા પણ જુલાઇ મહિનામાં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં 460 જેટલા લોકોના મોત થયા હતા.જયારે 13,688 લોકો ઘાયલ થયા હતા અને 387,067 જેટલા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. જુલાઇ મહિનામાં લોમ્બૉકમાં આવેલા ભૂકંપને રેક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો મપાયો હતો. ત્યાર બાદ  452 આંચકા અનુભવાયા હતા. જેમાં 5.9ની તીવ્રતાનો આવેલો ભૂકંપનો પણ સમાવેશ થાય છે. આ ભૂકંપમાં કુલ 67,875 ધર, 468 સ્કૂલ, 6 પૂલ, 20 કાર્યાલય, 15 મસ્જિદ અને 13 જેટલા સ્વાસ્થય કેન્દ્રો પડી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news